HDFC Bank નો માસ્ટર પ્લાન: બેંકિંગ સેક્ટરમાં મોટી હિલચાલ, વિદેશી બોન્ડથી એકત્ર કર્યા 1.75 અબજ ડોલર
HDFC Bank Fundraise: HDFC બેંકે બિઝનેસ ગ્રોથ અને ધિરાણ ક્ષમતા વધારવા GIFT સિટી શાખા મારફતે વિદેશી બોન્ડ દ્વારા 1.75 અબજ ડોલર એકત્ર કર્યા છે. જેમાં 3 વર્ષના બોન્ડ પર 5.159% અને 5 વર્ષના બોન્ડ પર 5.4% કૂપન દર મળશે. આ બોન્ડ India INX અને NSE IX પર લિસ્ટ થશે.
Advertisement
HDFC Bank Foreign Currency Bond: દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા પોતાના બિઝનેસ ગ્રોથને નવી ગતિ આપવા અને વિસ્તરણ યોજનાઓને આગળ ધપાવવા માટે એક મોટો નાણાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકે વિદેશી બોન્ડ (Foreign Currency Bonds)ના માધ્યમથી વૈશ્વિક બજારમાંથી કુલ 1.75 અબજ અમેરિકી ડોલર (USD 1.75 Billion)નું જંગી ભંડોળ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. આ વિશાળ મૂડી બેંકની લાંબા ગાળાની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓ અને ધિરાણ ક્ષમતાને મોટો ટેકો પૂરો પાડશે.

