Home Loan: સામાન્ય નાગરિકોને હોમ લોન અને કાર લોનના ઈએમઆઈ (EMI) માં રાહત મળે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. સૂત્રોની માહિતી મુજબ 2025 માં 125 બેસિસ પોઈન્ટ (Basis points) ના મોટા ઘટાડા પછી પણ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) પાસે 2026 માં પોલિસી રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો કરવાની જગ્યા છે. રેપો રેટ (Repo rate) અને કોર સીપીઆઈ ફુગાવા (Core CPI inflation) વચ્ચેનો તફાવત ઊંચો રહે છે. રેપો રેટ અને કોર સીપીઆઈ વચ્ચેનો તફાવત હાલમાં 2.8 ટકા પોઈન્ટ છે. જે છેલ્લા સાત વર્ષમાં સરેરાશ 1.1 ટકા પોઈન્ટ છે. જે ભારતમાં વધુ દર ઘટાડાની સંભાવના સૂચવે છે.
![Home Loan 01_GUJARAT_FIRST]()
Home Loan: આટલી રાહત મળવાની શક્યતા
રિપોર્ટમાં જણાવાયું છે કે રેપો રેટ અને કોર ફુગાવા વચ્ચેનો તફાવત તેના ઐતિહાસિક સરેરાશથી ઘણો ઊંચો છે. અને ફુગાવો નીચો રહે છે, તેથી વધુ 50 બેસિસ પોઈન્ટ ઘટાડાની જગ્યા શેષ છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે નાણાકીય સરળતા, સતત ઉદારીકરણ સાથે, વૃદ્ધિને વેગ આપશે, અને ક્રેડિટ (Credit) સ્થિતિમાં સુધારો થતાં બેંકો વધુ સારી કામગીરી કરશે તેવી અપેક્ષા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બરમાં પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. RBI એ 5.25 ટકા સુધી ઘટાડ્યો હતો. નોંધનીય છે કે, 2025 માં RBI એ કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો------Indian Currency: 2000ની ગુલાબી નોટો હજુ પણ ફરી રહી બજારમાં!, RBIએ જાહેર કર્યા આંકડા
Home Loan: 2026માં GDP ઝડપી બનશે!
આર્થિક સુધારા (Economic reforms) ઓ અને આરબીઆઈ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા વ્યાજ દર ઘટાડાની અસરને કારણે 2026 માં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર ઝડપી બનવાની અપેક્ષા છે. રેપો રેટ માઈનસ કોર ફુગાવો (Minus core inflation) તેના ઐતિહાસિક સરેરાશથી ઘણો ઉપર છે. માટે વધુ રાહત મળી શકે છે. જ્યારે વૈશ્વિક નાણાકીય આશાવાદ મર્યાદિત રહેવાની અપેક્ષા છે. ત્યારે સ્થાનિક પરિબળો વૃદ્ધિને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
![Home Loan 02_GUJARAT_FIRST]()
મુક્ત વેપાર કરારો, ખાસ કરીને યુરોપિયન યુનિયન (European Union) સાથે અને ભારતીય રૂપિયામાં સંભવિત ઉછાળો. નિકાસલક્ષી FDI સાથે, સકારાત્મક યોગદાન આપવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2027 ના બીજા ભાગમાં કેપેક્સ ફરી શરૂ થવાનો અંદાજ છે. જે આર્થિક પ્રવૃત્તિને વધુ વેગ આપશે.
Stock Market: શેરબજારથી ક્રૂડ ઓઇલ સુધી
શેરબજારના દૃષ્ટિકોણ અંગે જણાવાયું છે કે લગભગ 20.4 ગણા મૂલ્યાંકન ગુણાંક મોટાભાગે એક વર્ષ પહેલા જોયેલા સ્તરો સાથે સુસંગત છે. જોકે, હવે કમાણી વૃદ્ધિ વધુ રહેવાની અપેક્ષા છે. અને નિફ્ટી (Nifty) વર્તમાન સ્તરોથી લગભગ 15 ટકા વળતર આપે તેવી અપેક્ષા છે. સ્મોલ-કેપ શેરોમાં પણ તેમના પ્રદર્શનમાં સુધારો થવાની અપેક્ષા છે. જોકે આમાં થોડો સમય લાગી શકે છે.
![Home Loan 03_GUJARAT_FIRST]()
આ પણ વાંચો------ સુપ્રીમ કોર્ટનો પગાર મર્યાદા વધારવા માટે સરકારને આદેશ, 4 મહિનામાં નિર્ણયની સૂચના!
આ પણ વાંચો------Real Estate Report: ઘર ખરીદવું બન્યું સપનું, દિલ્લી NCRમાં બજેટ બહાર, બેંગલુરુમાં ન વેચાયેલા મકાનોનો બેકલોગ વધ્યો