Hurun Global Rich List : અબજોપતિની સંખ્યામાં ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો
- Hurun Global Rich List 2026 ની યાદી સામે આવી છે
- ભારત દુનિયાનો ત્રીજો મોટો અબજોપતિ ધરાવતો દેશ બન્યો
- ભારતના ટોપ 10 ની યાદીમાં એકમાત્ર મહિલાનો સમાવેશ
Hurun Global Rich List : ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, અને સાથે જ હવે તે દુનિયાના ધનિકો માટેનું એક કારખાનું પણ બની રહ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 (Hurun Global Rich List 2026) ના તાજેતરના ડેટા દર્શાવે છે કે, ભારતે ગયા વર્ષે રેકોર્ડ બ્રેક 57 નવા અબજોપતિઓનું નિર્માણ કર્યું છે. ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા હવે 308 પર પહોંચી ગઈ છે. આ ઉછાળા સાથે, ભારત ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી અબજોપતિઓ ધરાવતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતીય અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ હવે આશરે રૂ. 112 લાખ કરોડ છે, જે ઘણા દેશોના GDP કરતાં પણ વધુ છે.
આ પણ વાંચો ------- US-Venezuela Gold Deal : યુદ્ધ વચ્ચે અમેરિકાની નજર સોના પર !
Hurun Global Rich List, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશભાઇ અંબાણીએ (Mukesh Bhai Ambani) ફરી એકવાર સાબિત કર્યું છે કે, તેઓ તેમના ક્ષેત્રમાં અજેય છે. તેમની કુલ સંપત્તિ (મુકેશ અંબાણી નેટ વર્થ 2026) 9% વધીને આશરે રૂ. 9.8 લાખ કરોડ થઈ ગઈ છે. તેઓએ માત્ર ભારતના સૌથી ધનિક વ્યક્તિ જ નથી, પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ પણ જાળવી રાખ્યું છે.
Hurun Global Rich List, અબજોપતિ કેન્દ્ર બન્યું મુંબઇ
મુંબઈએ શેનઝેન કરતાં એશિયાની અબજોપતિ રાજધાની તરીકેનો દરજ્જો ગુમાવ્યો છે, પરંતુ ભારતમાં તેનું સ્થાન અજોડ રહ્યું છે. મુંબઈમાં કુલ 95 અબજોપતિ રહે છે. આ વર્ષે મુંબઈએ 15 નવા અબજોપતિ ઉમેર્યા છે, જે ન્યૂયોર્ક (14) અને લંડન (9) કરતા વધુ છે.
ચીનને પાછળ છોડી દીધું
રિપોર્ટમાં એક ખૂબ જ રસપ્રદ હકીકત બહાર આવી છે કે, ભારતીય અબજોપતિઓની સરેરાશ સંપત્તિ (રૂ. 36,570 કરોડ) હવે ચીની અબજોપતિઓ કરતા વધી ગઈ છે. આ સૂચવે છે કે, ભારતમાં સંપત્તિ નિર્માણની ગુણવત્તા અને ગતિ ખૂબ જ મજબૂત છે.
બદલાતું ભારત
યાદીમાં સામેલ 199 ભારતીયોની સંપત્તિમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે, ભારતીય બજારમાં હજુ પણ ઘણી સંભાવનાઓ છે. જ્યારે વિશ્વના ઘણા ભાગો મંદીના ભયથી ડરી રહ્યા છે, ત્યારે ભારતીય ઉદ્યોગસાહસિકો નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.
યાદીમાં સામે આવેલી 5 મુખ્ય બાબતો:
- મુકેશભાઇ અંબાણીનો (Mukesh Bhai Ambani) જાદુ : મુકેશભાઇ અંબાણી (Mukesh Bhai Ambani) 9 % ની સંપત્તિ વૃદ્ધિ સાથે એશિયાના નંબર વન સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે.
- ગૌતમભાઇ અદાણીનું (Gautam Bhai Adani) સ્થાન: અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન રૂ. 7.5 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે બીજા સ્થાને છે
- મહિલા શક્તિ: રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) આ ટોચના 10 યાદીમાં સામેલ થનાર એકમાત્ર મહિલા છે.
- સાયરસ પૂનાવાલાની (Sayrus Punawala) તેજી: સીરમ ઇન્સ્ટિટ્યૂટના (Serum Institute) પ્રમોટર સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં 44 %નો જંગી વધારો થયો છે.
- મુંબઈનું વર્ચસ્વ: ભારતના મોટાભાગના અબજોપતિઓ (95) મુંબઈમાં રહે છે, જે તેને ભારતની અબજોપતિની રાજધાની બનાવે છે.
ભારતના ટોચના 10 સૌથી ધનિકો
- મુકેશભાઇ અંબાણી (Mukesh Bhai Ambani) અને પરિવાર (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ - Reliance Industries)
- ગૌતમભાઇ અદાણી (Gautam Bhai Adani) અને પરિવાર (અદાણી - Adani)
- રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) અને પરિવાર (HCL ટેક્નોલોજીસ - HCL Technologies)
- સાયરસ એસ. પૂનાવાલા (Cyrus S. Poonawalla) અને પરિવાર (સીરમ ઇન્સ્ટિટ્યૂટ - Serum Institute)
- કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) અને પરિવાર (આદિત્ય બિરલા - Aditya Birla)
- દિલીપભાઇ સંઘવી (Dilip Bhai Sanghavi) અને પરિવાર (સન ફાર્માસ્યુટિકલ - Sun Pharma)
- અઝીમ પ્રેમજી (Azim Premji) અને પરિવાર (વિપ્રો - Wiprr)
- નીરજ બજાજ (Niraj Bajaj) અને પરિવાર (બજાજ ઓટો - Bajaj Auto)
- અશોક પી. હિન્દુજા (Ashok P. Hinduja) અને પરિવાર (ન્યૂ હિન્દુજા - New Hinduja)
- રાધાકિશન દમાણી (Radhakishan Damani) અને પરિવાર (એવન્યુ સુપરમાર્ટ્સ - Avenue Supermart)
આ પણ વાંચો ------- Petrol Diesel Price India : પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? સરકારે તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ


