ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Infosys એ 3 મહિનામાં કરી તગડી કમાણી, 6,806 કરોડનો કર્યો નફો

Infosysએ 3 મહિનામાં કરી તગડી કમાણી કંપનીએ 6,106 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો વિદેશમાં ઈન્ફોસિસ કંપનીએ વગાડ્યો ડંકો     Infosys: ઈન્ફોર્મેશન (Infosys)ટેકનોલોજી (IT) સર્વિસ સેક્ટરની અગ્રણી કંપની ઈન્ફોસિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.46...
09:41 PM Jan 16, 2025 IST | Hiren Dave
Infosysએ 3 મહિનામાં કરી તગડી કમાણી કંપનીએ 6,106 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો વિદેશમાં ઈન્ફોસિસ કંપનીએ વગાડ્યો ડંકો     Infosys: ઈન્ફોર્મેશન (Infosys)ટેકનોલોજી (IT) સર્વિસ સેક્ટરની અગ્રણી કંપની ઈન્ફોસિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.46...
Infosys profit

 

 

Infosys: ઈન્ફોર્મેશન (Infosys)ટેકનોલોજી (IT) સર્વિસ સેક્ટરની અગ્રણી કંપની ઈન્ફોસિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.46 ટકા વધીને રૂપિયા 6,806 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 6,106 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં ઈન્ફોસિસે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની કાર્યકારી આવક 7.58 ટકા વધીને રૂપિયા 41,764 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 38,821 કરોડ હતી.

વિદેશમાં ઈન્ફોસિસ કંપનીએ વગાડ્યો ડંકો

નાણાકીય સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રે આવકમાં અનુક્રમે 27.8 ટકા અને 15.5 ટકા ફાળો આપ્યો હતો. આ પછી રિટેલ અને ઊર્જાનો ક્રમ આવ્યો. ભૌગોલિક રીતે, ઈન્ફોસિસે ભારત અને યુરોપમાં વાર્ષિક ધોરણે ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી છે. ઉત્તર અમેરિકામાં વાર્ષિક વૃદ્ધિ લગભગ 5 ટકા નોંધાઈ. ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) સલિલ પારેખે જણાવ્યું હતું કે આ ક્વાર્ટરમાં અને છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં અમેરિકામાં નાણાકીય સેવાઓમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન યુરોપિયન નાણાકીય સેવાઓમાં સુધારો જોવા મળ્યો છે.

આ પણ  વાંચો -Economy એ પકડી રફ્તાર...2026 સુધીમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા!

કંપની નાણાકીય વર્ષ 2025-26માં 20,000થી વધુ લોકોને આપશે નોકરી

સતત ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસે (Infosys)નાણાકીય વર્ષ 2024-25 માટે તેના આવક લક્ષ્યાંકમાં વધારો કર્યો છે. કંપની હવે ચાલુ નાણાકીય વર્ષમાં 4.5થી 5 ટકાની આવક વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જે પાછલા ક્વાર્ટરમાં આપવામાં આવેલા 3.75-4.50 ટકાના અંદાજ કરતાં વધુ છે. ઓપરેટિંગ માર્જિન અંદાજ 20-22 ટકા પર યથાવત રહ્યો છે. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 5,591 કર્મચારીઓનો ઉમેરો કર્યો, જેનાથી કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 3,23,379 થઈ ગઈ. કંપની તેની ભરતી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષમાં 15,000થી વધુ કર્મચારીઓની ભરતી કરશે. તેમણે કહ્યું કે, અમે આગામી નાણાકીય વર્ષ (2025-26)માં 20,000થી વધુ નવા લોકોને નોકરી પર રાખવાની અપેક્ષા રાખીએ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નવી યુએસ સિસ્ટમ કંપનીને અસર કરશે, ત્યારે તેમણે કહ્યું કે H1B વિઝા પર કંપનીની નિર્ભરતા ઘટી ગઈ છે.

Tags :
Business NewsGujarat FirstHiren daveInfosys LtdInfosys profitInfosys QuarterlyQuarter Resultsresultsrevenue
Next Article