IMF Global GDP Ranking : ભારતનું સ્થાન લપસ્યું, ટોપ-6 માં યથાવત
- IMF Global GDP Ranking માં ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે
- ભારતનું સ્થાન ચોથા ક્રમાંકની જગ્યાએ લપસીને છઠ્ઠા ક્રમાંકે પહોંચ્યું
- વૈશ્વિક પરિસ્થિતિઓ અને ચલણ પર દબાવ મુખ્ય કારણો હોવાનું અનુમાન
IMF Global GDP Ranking : ભારતીય અર્થતંત્રને (Indian Economy) વિશ્વની ચોથી સૌથી મોટી શક્તિ બનવાના દાવાઓને ધક્કો લાગ્યો છે. એપ્રિલ 2026 માં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, ભારત વૈશ્વિક GDP રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. આ રિપોર્ટ અગાઉ સરકારનો દાવો હતો કે, ભારત ગયા વર્ષે જ વિશ્વના ચોથા અર્થતંત્રના સ્થાને પહોંચ્યું હતું.
IMF Global GDP Ranking, જાપાન-ભારતની સરખામણી
અગાઉ મે 2025 માં જાહેર કરાયેલા IMF ના અંદાજોના આધારે, કેન્દ્ર સરકારે સંકેત આપ્યો હતો કે, ભારત 2025-26 સુધીમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તે અંદાજ અનુસાર, ભારતનો GDP આશરે $ 3.9 ટ્રિલિયન હોવાનો અંદાજ હતો. અને જાપાનનો GDP આશરે $ 4 ટ્રિલિયન હોવાનો અંદાજ હતો.
India no longer 4th largest economy, drops to 6th place in IMF's global GDP rankings
India drops to sixth in IMF rankings as currency moves and data revisions reshape global GDP comparisons
1. 🇺🇸USA - $32.38T
2. 🇨🇳China - $20.85T
3. 🇩🇪Germany - $5.45T
4. 🇯🇵Japan - $4.38T
5.… pic.twitter.com/6rZSygBiKn— Infostrix (@Unleashyoubro) April 16, 2026
આ પણ વાંચો ----------- Ration ATM માં ફીંગર પ્રિન્ટથી મળશે કરિયાણું, લાંબી કતારોની ઝંઝટમાંથી મુક્તિ
IMF Global GDP Ranking, ટોપ 5 માંથી બહાર
જો કે, તાજેતરના ડેટામાં પ્રારંભિક અંદાજો અને વાસ્તવિક ડેટા વચ્ચે નોંધપાત્ર અંતર જાહેર થયું છે, જેના કારણે ભારત ટોચના 5 યાદીમાંથી બહાર નીકળી ગયું છે અને છઠ્ઠા સ્થાને આવી ગયું છે.
ડેટાને બદલે અંદાજ પર આધારિત
નિષ્ણાતો કહે છે કે, ગયા વર્ષે સરકારની જાહેરાત અંતિમ ડેટાને બદલે અંદાજ પર આધારિત હતી. વર્તમાન રેન્કિંગ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, જર્મની અને જાપાન જેવા દેશો હજુ પણ ભારતથી આગળ છે. ચલણની અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક મંદી ભારતના રેન્કિંગમાં ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
મોટા સુધારાની જરૂરત
આર્થિક વિશ્લેષકો માને છે કે, ભારતનો વિકાસ દર ઘણા વિકસિત દેશો કરતા સારો હોવા છતાં, $ 5 ટ્રિલિયન સુધી પહોંચવાનો અને પછી ટોચના ચારમાં સ્થાન મેળવવાનો ધ્યેય હજુ પણ ઘણો દૂર છે. આ માટે સ્થાનિક માંગમાં વધારો અને નિકાસ ક્ષેત્રમાં મોટા સુધારાની જરૂર છે.
આ પણ વાંચો ----------- Lenskart Controversy : બિંદી-તિલકની મનાઇ, હિજાબને મંજૂરી આપતા લોકોમાં રોષ


