Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર 1 જ દિવસમાં ફોરેન ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં રુ. 11,111 કરોડનું કર્યુ રોકાણ, આંકડો શુકનવંતો સાબિત થશે...!!!

વર્ષ 2025માં ફોરેન ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં એક જ દિવસમાં સૌથી વધુ રોકાણ કર્યુ હોવાની પ્રથમ ઘટના ઘટી છે. આ રોકાણ 11,111 કરોડ રુપિયા જેટલું થવા જાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર 11નો આંકડો શુકનિયાળ હોય છે... શેરબજાર માટે પણ આ આંકડામાં કરેલ રોકાણ શુકનિયાળ સાબિત થઈ શકે છે.
માત્ર 1 જ દિવસમાં ફોરેન ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં રુ  11 111 કરોડનું કર્યુ રોકાણ  આંકડો શુકનવંતો સાબિત થશે
Advertisement
  • વર્ષ 2025માં માત્ર 1 દિવસમાં અધધ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ આવ્યું
  • ફોરેન ઈન્વેસ્ટર્સે માત્ર 1 જ દિવસમાં 11,111 કરોડની ચોખ્ખી ખરીદી કરી
  • છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારો ભારે વેચવાલી કરી રહ્યા હતા

Ahmedabad: વર્ષ 2025માં ભારતીય શેરબજારમાં માત્ર એક જ દિવસમાં અધધધ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ થયું હોય તેવી ઘટના ઘટી છે. માત્ર એક જ દિવસમાં ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 11,111 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી છે. આ વર્ષે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી એક દિવસની ખરીદી છે.

Advertisement

માત્ર 1 જ દિવસમાં અધધધ રોકાણઃ

Advertisement

છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારો ભારે વેચવાલી કરી રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગુરુવારે ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. તેમણે 11,111 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી. આ વર્ષે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી એક દિવસની ખરીદી છે.

આ પણ વાંચોઃ  Cab Booking: કેબ બુકિંગ માર્કેટમાં Ola-Uber ને ટક્કર આપવા આવી રહી છે 'સહકાર ટેક્સી'

કેવી રીતે થઈ 11,111 કરોડની ચોખ્ખી ખરીદી ?

27 માર્ચે ભારતીય બજારોમાં ફોરેન ઈન્વેસ્ટર્સે કુલ 31,784 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને કુલ 20,673 કરોડ રૂપિયાના શેર વેચ્યા. ડોમેસ્ટિક ઈન્વેસ્ટર્સે કુલ 39,853 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને કુલ 37,335 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આમ, તેમણે રૂ. 2517 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. માહિતી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં ફોરેન ઈન્વેસ્ટર્સે રૂ. 1.44 લાખ કરોડના શેર વેચ્યા છે જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 1.89 લાખ કરોડના શેર ખરીદ્યા છે.

 માર્કેટ મૂવમેન્ટઃ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી કાર પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. જેના પરિણામે ઓટો અને ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો. આનાથી વેપાર નીતિઓ અંગે ચિંતાઓ વધી. જોકે શરૂઆતમાં નબળા પડ્યા બાદ નિફ્ટી અને સેન્સેક્સ ફરી ઉપર ચઢવા લાગ્યા. HDFC બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા મુખ્ય શેરોમાં ભારે ખરીદી જોવા મળી. આનાથી બજારને ઘણો ટેકો મળ્યો. સેન્સેક્સ 317.93 પોઈન્ટના વધારા સાથે 77,606.43૭૭ પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 105.10 પોઈન્ટના વધારા સાથે 23,591.95 પર બંધ થયો.

આ પણ વાંચોઃ  Stock Market Prediction: આજે Aegis Logistics અને BEML સહિત આ શેરો અપાવશે નફો, શું તમારે પણ લગાવવો છે દાવ ?

Tags :
Advertisement

.

×