Income Tax Deadline Changes : ટેક્સ ફાઇલિંગ કેલેન્ડરમાં થયો મોટો ફેરફાર
આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ અનુસાર, ઇન્કમ ટેક્સ રિટર્ન સબમિટ કરવાની જૂની સિસ્ટમમાં તદ્દન નવો નીતિગત સુધારો અમલી બનાવવામાં આવ્યો છે . અગાઉ છેલ્લી તારીખો નજીક આવતા જ આઇટીઆર પોર્ટલ પર સર્વર ડાઉન થવાની અને કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ ચોક્કસ વર્ગને મોટી સમયસીમા ફાળવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સને પોતાના નાણાકીય વ્યવહારો યોગ્ય રીતે ઓડિટ કરવા માટે પૂરતો સમય આપવાનો છે.
કોને મળી મોટી આર્થિક રાહત?
આ નવા શિફ્ટિંગ અંતર્ગત સૌથી મોટો ફાયદો ITR-3 અને ITR-4 ફોર્મ સબમિટ કરનારા લોકોને ઓગસ્ટ મહિના સુધી લંબાવીને આપવામાં આવ્યો છે. એવા તમામ નાના વેપારીઓ, ડિજિટલ ફ્રીલાન્સર્સ અથવા ડોક્ટર્સ અને આર્કિટેક્ટ્સ જેવા પ્રોફેશનલ્સ કે જેમના બિઝનેસ ટર્નઓવર પર સત્તાવાર ટેક્સ ઓડિટ લાગુ પડતું નથી, તેઓ હવે 31 જુલાઈના બદલે 31 ઓગસ્ટ 2026 સુધી પોતાનું રિટર્ન એકપણ રૂપિયાની લેટ ફી વગર આસાનીથી જમા કરાવી શકશે. સામાન્ય રીતે ફ્રીલાન્સર્સને અલગ-અલગ ક્લાયન્ટ્સ તરફથી મળતા સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ ફાઇનલ કરવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી આ વધારાનો મહિનો તેમના માટે વરદાન સાબિત થશે.
કઈ કેટેગરીના કરદાતાઓ માટે નિયમો પહેલા જેવા જ જૂના રહેશે?
બીજી તરફ, નિયમિત પગારદાર વર્ગ (સૅલરીડ ક્લાસ), પેન્શનરો અને જેમની આવક ફક્ત વ્યાજ અથવા કેપિટલ ગેન્સ પર આધારિત છે અને જેઓ ITR-1 કે ITR-2 ફોર્મ ભરે છે, તેમના માટે કોઈ ફેરફાર કરાયો નથી . આ તમામ કરદાતાઓ માટે 31 જુલાઈ 2026ની જૂની નિર્ધારિત ડેડલાઇન જ યથાવત રાખવામાં આવી છે. તેથી નોકરીયાત વર્ગે દંડથી બચવા માટે સમયસર રિટર્ન ફાઇલ કરી દેવું હિતાવહ છે.
ભૂલો સુધારવા માટે આવકવેરા વિભાગે આપી લંબાવેલી ખાસ મહોલત
ઘણી વખત ઉતાવળમાં આઇટીઆર ફાઇલ કરતી વખતે કરદાતાઓ સેક્શન 80C હેઠળ મળતી કરમુક્તિ ક્લેમ કરવાનું ભૂલી જતા હોય છે, અથવા શેરબજાર બ્રોકર્સ તરફથી મોડા મળતા સ્ટેટમેન્ટને કારણે કેપિટલ ગેનનો સાચો આંકડો એન્ટ્રી કરી શકતા નથી. અગાઉ આવી ભૂલો સુધારીને 'રિવાઇઝ્ડ રિટર્ન' (Revised Return) સબમિટ કરવાની છેલ્લી તારીખ એસેસમેન્ટ વર્ષના 31 ડિસેમ્બર સુધી જ મર્યાદિત હતી. હવે ઇન્કમ ટેક્સ વિભાગે આ સમયગાળાને લાંબો કરીને સીધો 31 માર્ચ 2027 સુધી લંબાવી દીધો છે.
આ ફેરફાર પ્રામાણિક કરદાતાઓને ટેક્સ ચોરીના વિવાદથી બચાશે
આ નવો નિયમ લાગુ થવાથી જો તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અથવા ટેક્સ પાસબુક (26AS) માં કોઈ તફાવત કે મિસમેચ દેખાતો હોય, તો તેને કોઈપણ કાનૂની નોટિસ વિના સુધારવા માટે કરદાતાઓ પાસે પૂરા ત્રણ મહિનાનો વધારાનો કિંમતી સમય ઉપલબ્ધ રહેશે. આ મોટો ફેરફાર પ્રમાણિક કરદાતાઓને ટેક્સ ચોરીના ખોટા વિવાદોથી બચાવશે.
| કરદાતાની શ્રેણી / આઇટીઆર ફોર્મ પ્રકાર | રિટર્ન ફાઇલ કરવાની નવી સત્તાવાર છેલ્લી તારીખ |
| ITR-1 અને ITR-2 (પગારદાર વર્ગ, પેન્શનર્સ, કેપિટલ ગેન્સ આવક) | 31 જુલાઈ, 2026 |
| ITR-3 અને ITR-4 (નાના વેપારીઓ, પ્રોફેશનલ્સ - ઓડિટ વિનાના કેસ) | 31 ઓગસ્ટ, 2026 |
| ITR-3 અને ITR-4 (મોટા બિઝનેસ - સત્તાવાર ટેક્સ ઓડિટ વાળા કેસ) | 31 ઓક્ટોબર, 2026 |
| ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ધરાવતી કંપનીઓ અને બિઝનેસ | 30 નવેમ્બર, 2026 |
| બિલેટેડ રિટર્ન (પેનલ્ટી સાથે લેટ ફાઇલિંગ કરવાની છેલ્લી તક) | 31 ડિસેમ્બર, 2026 |
| રિવાઇઝ્ડ રિટર્ન (ભૂલો સુધારીને ફરીથી ફાઇલ કરવાની છેલ્લી તારીખ) | 31 માર્ચ, 2027 |
| અપડેટેડ રિટર્ન (ITR-U) (જૂના છૂટી ગયેલા કેસ માટે વિશેષ વિન્ડો) | 31 માર્ચ, 2031 |
આ પણ વાંચો : LPG Rules Change: ગેસ કનેક્શન, KYC, બુકિંગ... 1 જુલાઈથી LPG ના અનેક નિયમો થયા છે ફેરફાર