India FDI : ભારતે પાકિસ્તાનને ફરી આપ્યો મોટો ઝટકો, લીધો આ મહત્વનો નિર્ણય
- ભારતે પાકિસ્તાનને ફરી આપ્યો ઝટકો
- પાકિસ્તાન સાથેના તમામ ટ્રેડ બંધ કરી દીધા
- સિંધુ જળ સંધિ પણ રદ્દ કરી દીધી
India FDI :ભારત પાકિસ્તાનને એક પછી એક ઝટકા આપી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ ટ્રેડ બંધ કરી દીધા છે અને સિંધુ જળ સંધિ પણ રદ્દ કરી દીધી છે. આ પછી ભારતે પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવીને તેમને જમીનમાં જ દફનાવી દીધા હતા. આ પછી ફરી ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
FDI સંધિમાં કોઈ સુધારા કરવામાં નહીં કરાયા
ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે જે દેશો સાથે ભારતની જમીન બોર્ડર લાગે છે તેની સાથે FDI સંધિમાં કોઈ સુધારા વધારા કરવામાં આવશે નહીં. સરકારે 2020 માં એક પ્રેસ નોટ જાહેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે જે દેશોની ભારત સાથે જમીન બોર્ડર લાગે છે ત્યાના ઈન્વેસ્ટરો જો ભારતમાં ઈન્વેસ્ટ કરવા માંગતા હોય તો તેને સરકારપાસેથી પરમિશન લેવી પડશે.
આ પણ વાંચો -RBI MPC Meeting: નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ, વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના
આ દેશો પર લાગુ થશે નિયમ
મળી માહિતી અનુસાર પ્રેસનોટ 3 ના નિયમો ફક્ત પાકિસ્તાન અને ચીન પર લાગુ થશે નહીં. આ નિયમ બાંગ્લાદેશ, ભૂટાન, નેપાલ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન પર લાગુ કરવામાં આવશે. જેમાં આ દેશો સાથે FDIની સંધિમાં કોઈ સુધારા વધારા કરવામાં આવશે નહીં. જો આ દેશોના ઈન્વેસ્ટર્સ ભારતમાં રોકાણ કરશે તો તેમને સરકારના ઘણા નિયમો અનુસાર તપાસ પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.
આ પણ વાંચો -Tomatoes Salmonella :ટામેટાંથી મળ્યો ‘સૅલ્મોનેલા’નામનો ચેપ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો વિગત
પ્રેસ નોટ 3 શું છે?
સરકારે ભારત સાથે જમીન બોર્ડરથી જોડાયેલા દેશો માટે FDI દ્વારા કરવામાં આવતા રોકાણ માટે પ્રએસ નોટ 3 જાહેર કર્યું છે. આ પછી આ દેશો સાથે એફડીઆઈ દ્વારા જો કોઈ રોકાણ આવે છે તો તેના આવેદનને અનુમોદન પ્રોસેસમાંથી પસાર થવુ પડશે.