Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India GDP Growth: અનુમાન કરતા શાનદાર આંકડા,ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો

ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છેલ્લા અંદાજમાં 6.5% નો વિકાસ દર નોંધાયો India GDP Growth Rate: ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર (India GDP Growth Rate)કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ...
india gdp growth  અનુમાન કરતા શાનદાર આંકડા ચોથા ક્વાર્ટરમાં gdp વૃદ્ધિ દર 7 4 ટકા રહ્યો
Advertisement
  • ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર
  • ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો
  • છેલ્લા અંદાજમાં 6.5% નો વિકાસ દર નોંધાયો

India GDP Growth Rate: ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર (India GDP Growth Rate)કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમાં 6.5% નો વિકાસ દર નોંધાયો છે.

Advertisement

Advertisement

જાન્યુઆરી-માર્ચમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.4% રહ્યો

દેશના આર્થિક વિકાસ દરમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.4% રહ્યો છે. આ આંકડો અંદાજિત 6.85% કરતા ઘણો સારો છે, ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા ક્વાર્ટર એટલે કે નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2% હતો. જે હવે વધીને 7.4% થયો છે. અર્થતંત્રનું મજબૂત પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક માંગ, રોકાણ અને કૃષિ ઉત્પાદન મજબૂત રહ્યું છે.

આ પણ  વાંચો -India GDP Growth: અનુમાન કરતા શાનદાર આંકડા,ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો

ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 માટે 6.5 ટકા GDP વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ 2023-24 માં, ભારતનો GDP 9.2 ટકાનો વિકાસદર નોંધાવ્યો અને તે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહી. સત્તાવાર માહિતી અનુસાર, 2021-22 અને 2022-23 માં અર્થતંત્ર 8.7 ટકા અને 7.2 ટકાના દરે વધ્યું.

આ પણ  વાંચો -IRCTC: 15 રૂપિયાની રેલ નીર પાણીની બોટલે કેટલા કરોડ કમાવ્યા? જાણો આંકડા

ચીનને પણ પાછળ છોડી દીધું

સરકારી માહિતી અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં ભારતનો GDP ચીન કરતા વધારે હતો. એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનનો જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં 5.4 ટકાનો વિકાસદર રહ્યો હતો. જ્યારે ભારતમાં તે 7.4 ટકા હતો. આ સંદર્ભમાં, ભારતે ચીનને પાછળ છોડી દીધું.

Tags :
Advertisement

.

×