ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતનો GDP વૃદ્ધિદર 7.8 ટકા પહોંચ્યો, નક્કર અર્થવ્યવસ્થાના સંકેત

India GDP Growth : નિષ્ણાંતે માહિતી આપી હતી કે, જુલાઈ 2024થી જુલાઈ 2025ની વચ્ચે જીએસટી કલેક્શનમાં 10.7 ટકાનો વધારો થયો છે
05:46 PM Aug 31, 2025 IST | PARTH PANDYA
India GDP Growth : નિષ્ણાંતે માહિતી આપી હતી કે, જુલાઈ 2024થી જુલાઈ 2025ની વચ્ચે જીએસટી કલેક્શનમાં 10.7 ટકાનો વધારો થયો છે

India GDP Growth : નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (National Statistical Office) ના આંકડા મુજબ ભારતનો GDP ગ્રોથ રેટ (Indian GDP Growth Rate) 7.8 ટકા પર પહોંચી ગયો છે. તે ગયા વર્ષના સમાન ગાળામાં નોંધાયેલા 6.5 ટકાથી નોંધપાત્ર રીતે વધારે છે. આ નોંધપાત્ર સકારાત્મક તફાવતે અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને ઉત્સાહિત કર્યા છે, જેઓ તેને ભારતીય અર્થતંત્રની મજબૂતાઈના પુરાવા તરીકે જુએ છે.

ટેરિફથી સૌથી વધુ અસરગ્રસ્ત હતા

સીઆઇઆઇના વરિષ્ઠ સમિતિ સભ્ય અને એમએસએમઇ કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક સહેગલે આને "અત્યંત સકારાત્મક" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 7.8 ટકાની આ વૃદ્ધિ (Indian GDP Growth Rate) બે મુખ્ય કારણોથી છે. પ્રથમ, વૈશ્વિક સ્તરે ટેરિફ (US Tariff) લાદવાના ભયને કારણે નિકાસકારોએ નિકાસ પ્રવૃત્તિઓમાં વધારો કર્યો હતો. બીજું, ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જે ટેરિફથી સૌથી વધુ અસરગ્રસ્ત હતા. સહગલે જણાવ્યું હતું કે, નિકાસમાં વધારાથી અર્થતંત્રને મજબૂતી મળી છે.

આ સફળતા નીતિગત સુધારાઓનું પરિણામ

અર્થશાસ્ત્રી પ્રોફેસર યશવીર ત્યાગીએ પણ આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રએ અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. 7.8 ટકાનો આ દર (Indian GDP Growth Rate) અગાઉના અંદાજ કરતાં વધારે છે, જે સૂચવે છે કે, વૈશ્વિક અને સ્થાનિક પડકારો છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે. ત્યાગીના જણાવ્યા અનુસાર, આ સફળતા નીતિગત સુધારાઓનું પરિણામ છે અને ભારતને વૈશ્વિક મંચ પર એક મજબૂત આર્થિક શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

અર્થતંત્ર પર હકારાત્મક અસર પડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સુરેશ ભાઈ પરદવાએ સારા ચોમાસા અને ખેત ઉત્પાદનને કારણે વધારો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી (Indian GDP Growth Rate) વૃદ્ધિ દર 6.5 ટકાથી વધીને 7.8 ટકા થયો છે. સારા ચોમાસાએ કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો હતો, જેની અર્થતંત્ર પર હકારાત્મક અસર પડી હતી. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો સાથે મળીને આ વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ફુગાવા જેવા જોખમોને ધ્યાનમાં રાખીને નીતિગત તકેદારી જરૂરી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વૃદ્ધિને વેગ આપ્યો

જીએમ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ. ઉમા ચરણ પતિએ આ વધારાને "સકારાત્મક અને અપેક્ષિત પરિણામ" ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારના "રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ" એજન્ડા હેઠળ છેલ્લા એક દાયકામાં હાથ ધરવામાં આવેલા સુધારાઓનું આ પરિણામ (Indian GDP Growth Rate) છે. ડૉ. ઉમાના જણાવ્યા અનુસાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એ ગ્રામીણ આવકને મજબૂત કરી છે, અને 2022-23 થી મૂડીખર્ચમાં વધારાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વૃદ્ધિને વેગ આપ્યો છે. રિટેલ ફુગાવો ઘટીને 1.55 ટકા થયો છે, જેના કારણે ઉત્પાદકતા અને ખરીદ શક્તિમાં વધારો થયો છે, અને વપરાશમાં વધારો થયો છે.

વિશ્વાસ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે

ડૉ. પતિએ એવી પણ માહિતી આપી હતી કે, જુલાઈ 2024થી જુલાઈ 2025ની વચ્ચે જીએસટી કલેક્શનમાં 10.7 ટકાનો વધારો થયો છે, જે લોકોનો વિશ્વાસ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા ચોમાસા અને બમ્પર પાકની સંભાવના આગામી મહિનાઓમાં વૃદ્ધિને (Indian GDP Growth Rate) વધુ વેગ આપી શકે છે.

આ પણ વાંચો ----- Gold Price Today: મહિનાના છેલ્લે દિવસે સોનાના ભાવ ઘટ્યા કે વધારો? જાણો લેટેસ્ટ રેટ

Tags :
GlobalTariffWarGujaratFirstGujaratFristNewsIncreasingGDPIndiaGDPGrowthindianeconomyStrongEconomy
Next Article