Sustainable Growth માં પહેલીવાર ભારત ટોપ 100માં, જાણો પાડોશી દેશોના હાલ
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ભારત ટોપ 100 માં
- યુએસએ 75.2 પોઇન્ટની સાથે 44મા સ્થાને
- પાકિસ્તાન 57 પોઈન્ટ સાથે 140 મા સ્થાને
Sustainable Growth : ભારત માટે સારા સમાચાર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં (sustainable development goals)ભાતે 100માં સ્થાન પર પોતાની જગ્યા બનાવી લીધી છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કની 10મી અને નવો સસ્ટેનેબલ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવનારા 167 દેશોનું રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતે પ્રથમ (India for the first time)100માં પોતાની જગ્યા બનાવી લીધી છે.
ચીન 74.4 પોઇન્ટ સાથે 49માં ક્રમે
ભારત 2025માં એસડીજી ઇન્ડેક્સમાં 67 પોઇન્ટની સાથે 99મા સ્થાને પહોંચી ગયુ છે જ્યારે ચીન 74.4 પોઇન્ટ સાથે 49માં ક્રમે, યુએસએ 75.2 પોઇન્ટની સાથે 44મા સ્થાને છે.
આ પણ વાંચો -Stock Market Opening : બજારની શરુઆતમાં જ સેન્સેક્સ રોકેટ બન્યો, 900 પોઈન્ટનો ઉછાળો
પાડોશી દેશોની શું છે સ્થિતિ ?
ભારતના પડોશી દેશોની વાત કરીએ તો, ભૂતાન 70.5 પોઈન્ટ સાથે ૭૪મા સ્થાને છે, નેપાળ 68.6 પોઈન્ટ સાથે ૮૫મા સ્થાને છે, બાંગ્લાદેશ 63.9 પોઈન્ટ સાથે 114મા સ્થાને છે અને પાકિસ્તાન 57 પોઈન્ટ સાથે 140 મા સ્થાને છે. આ ઉપરાંત, દેશના દરિયાઈ પડોશી માલદીવ 53મા સ્થાને છે અને શ્રીલંકા 93મા સ્થાને છે.
| વર્ષ | સ્થાન |
| 2024 | 109 |
| 2023 | 112 |
| 2022 | 121 |
| 2021 | 120 |
| 2020 | 117 |
| 2019 | 115 |
| 2018 | 112 |
| 2017 | 11 |
2030 સુધી કેટલો ટાર્ગેટ થશે હાંસિલ ?
ટકાઉ વિકાસ સ્કોર 0 થી 100 ના સ્કેલ પર માપવામાં આવે છે, જ્યાં 100 સૂચવે છે કે દેશે બધા 17 લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે અને 0 નો અર્થ એ છે કે કોઈ પ્રગતિ થઈ નથી. રિપોર્ટના લેખકો કહે છે કે SDGs પર વૈશ્વિક પ્રગતિ અટકી ગઈ છે. 2015 માં યુએન સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવેલા 17 લક્ષ્યોમાંથી, 2030 સુધીમાં ફક્ત 17 ટકા જ પ્રાપ્ત થશે. આ અહેવાલના મુખ્ય લેખક વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી જેફરી સૈક્સ છે.
આ પણ વાંચો -Israel-Iran Conflict: ભારતમાં કેટલો છે તેલનો સ્ટોક? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ
નંબર વન પર કોણ છે ?
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના ઘણા ભાગોમાં ટકાઉ વિકાસ લક્ષ્યો પર પ્રગતિમાં સંઘર્ષ, માળખાકીય ખામીઓ અને મર્યાદિત ભંડોળ અવરોધે છે. રિપોર્ટ લખનારાનું કહેવુ છે કે યુરોપીય દેશ ખાસ કરીને નોર્ડિક દેશ એસડીજી ઇન્ડેક્સમાં ટોપ પર છે. જેમાં ફિનલેન્ડ પ્રથમ અને સ્વીડન બીજા અને ડેનમાર્ક ત્રીજા સ્થાન પર છે. ટોપ 20 દેશોમાં 19 દેશ યુરોપના છે. તેમ છતાં આ દેશોને ક્લાઇમેટ અને બાયોડાવર્સિટી સંબંધિત ઓછામાં ઓછા બે ગોલ્સને મેળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું મુખ્ય કારણ અસ્થિર વપરાશ છે.