India-Israel રોકાણ કરાર: ટ્રમ્પના ટેરિફ વચ્ચે 80 કરોડ ડોલરના ટ્રે઼ડનો થશે વધારો!
- India-Israel દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા
- ભારતે ઇઝરાયલ તરફથી $337.7 મિલિયનનું FDI પ્રાપ્ત કર્યું છે
- બંને નાણામંત્રીઓએ આર્થિક સુધારાઓની ચર્ચા કરી
ભારત અને ઇઝરાયલે 8 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. જેનો હેતુ બંને દેશોમાં રોકાણોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવાનો છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ દ્વારા હસ્તાક્ષરિત આ કરાર રોકાણોને સંપાદનથી બચાવવા, પારદર્શિતા સુનિશ્ચિત કરવા, સરળ ટ્રાન્સફરની સુવિધા અને નુકસાનના વળતરની જોગવાઈઓને સમાવે છે.
India-Israel દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કરારથી બંને દેશો વચ્ચેનું હાલનું $80 મિલિયનનું દ્વિપક્ષીય રોકાણ વધવાની અપેક્ષા છે. આથી ભારત અને ઇઝરાયલના વ્યવસાયો અને અર્થતંત્રોને નોંધપાત્ર લાભ થશે. એપ્રિલ 2000થી જૂન 2024 સુધી ભારતે ઇઝરાયલ તરફથી $337.7 મિલિયનનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રાપ્ત કર્યું છે, અને આ કરાર આ આંકડાને વધુ મજબૂત કરશે. ભારત હાલમાં 12થી વધુ દેશો સાથે આવી રોકાણ સંધિઓ પર વાટાઘાટો કરી રહ્યું છે.
India-Israel ના બંને નાણામંત્રીઓએ આર્થિક સુધારા પર ચર્ચા કરી
બંને નાણામંત્રીઓએ ભારતે છેલ્લા દાયકામાં હાથ ધરેલા આર્થિક સુધારાઓની ચર્ચા કરી, જેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. આ સુધારાઓએ દેશમાં રોકાણ મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું છે, જે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇઝરાયલમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને બંને દેશોના સહિયારા સભ્યતા મૂલ્યો પર ભાર મૂક્યો, જે વૈશ્વિક શાંતિમાં ફાળો આપે છે. બંને મંત્રીઓએ આતંકવાદથી ઉભા થતા જોખમોને સ્વીકાર્યા અને એકબીજા પ્રત્યે એકતા દર્શાવી
ઇઝરાયલી નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે સુરક્ષા પડકારો હોવા છતાં બંને દેશોની આર્થિક સિદ્ધિઓ અને સહિયારી પૃષ્ઠભૂમિની નોંધ લીધી. તેમણે સાયબર સુરક્ષા, સંરક્ષણ, નવીનતા અને હાઇ-ટેકનોલોજીના ક્ષેત્રોમાં વધુ સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને મંત્રીઓએ નાણાકીય ટેકનોલોજી, માળખાગત વિકાસ, નાણાકીય નિયમન અને ડિજિટલ ચુકવણી કનેક્ટિવિટીમાં આર્થિક સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
આ પણ વાંચો: Real Estate માં ફસાયા રૂ.10.8 લાખ કરોડ, ઘર બુક કરાવતા પહેલા આ સત્ય જાણી લો