Income Tax Act 2025: કાલે સવારથી બદલાઈ જશે તમારા ટેક્સના નિયમો, જાણો નવો કાયદો
1 એપ્રિલ, 2026 થી નવો 'Income Tax Act 2025' અમલી બનશે
ભારતમાં દાયકાઓ જૂના આવકવેરા કાયદામાં ક્રાંતિકારી ફેરફાર
HRA તથા PAN કાર્ડના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે
સેલરી ક્લાસ માટે ITR-1 અને ITR-2 ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રહેશે
શેરબજારના રોકાણકારો માટે કેટલાક નિયમો કડક બન્યા
Income Tax Act 2025: નાણાકીય વર્ષ 2026 (Financial Year 2026) પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2027 શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ ભારતમાં દાયકાઓ જૂના આવકવેરા કાયદામાં ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. નવો 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' (Income Tax Act 2025) અમલમાં આવશે, જે વર્ષ 1961ના જૂના કાયદાનું સ્થાન લેશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ માળખાને સરળ બનાવવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.
હવે કન્ફ્યુઝન દૂર: માત્ર 'Tax Year' ગણાશે
અત્યાર સુધી કરદાતાઓ નાણાકીય વર્ષ (Financial Year) અને આકારણી વર્ષ (Assessment Year) વચ્ચે મૂંઝવણ અનુભવતા હતા. નવા કાયદા હેઠળ હવે માત્ર એક જ વર્ષ એટલે કે 'ટેક્સ યર' (Tax Year) ગણાશે. આ ઉપરાંત, સેલરી ક્લાસ માટે ITR-1 અને ITR-2 ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ (31st July) રહેશે, જ્યારે પ્રોફેશનલ્સ અને સ્વરોજગાર ધરાવતા લોકો (ITR-3 અને ITR-4) માટે આ સમયમર્યાદા વધારીને 31 ઓગસ્ટ (31st August) કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rule Change: 1 એપ્રિલથી તમારું બજેટ ખોરવાશે, જાણી લો આ 5 મોટા ફેરફાર
રોકાણ અને ભથ્થામાં મોટી રાહત
મધ્યમ વર્ગ માટે ખુશીના સમાચાર એ છે કે કંપની દ્વારા આપવામાં આવતા ફૂડ કાર્ડ (Meal Card) પર ટેક્સ ફ્રી લિમિટ 50 રૂપિયાથી વધારીને 200 રૂપિયા પ્રતિ મીલ કરવામાં આવી છે. તેવી જ રીતે, ગિફ્ટ વાઉચરની મર્યાદા 5,000 થી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. જૂની ટેક્સ વ્યવસ્થામાં બાળકોના શિક્ષણ ભથ્થા (Education Allowance) માં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે હવે 3,000 રૂપિયા પ્રતિ માસ અને હોસ્ટેલ ભથ્થું (Hostel Allowance) 9,000 રૂપિયા પ્રતિ માસ રહેશે.
F&O ટ્રેડિંગ અને શેર બાયબેક પર બોજો વધશે
શેરબજારના રોકાણકારો માટે કેટલાક નિયમો કડક બન્યા છે. ફ્યુચર અને ઓપ્શન (F&O) પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે. વળી, શેર બાયબેક (Share Buyback) ને હવે કેપિટલ ગેઈન (Capital Gain) તરીકે ગણવામાં આવશે, જેનાથી પ્રમોટરો અને રિટેલ રોકાણકારો પર ટેક્સનું ભારણ વધી શકે છે.
HRA અને PAN ના નિયમો કડક
મકાન ભાડા ભથ્થા (HRA) ના દાવા માટે હવે મકાનમાલિકનો પાન કાર્ડ (PAN Card) અને ભાડાની રસીદ ફરજિયાત છે. પાન કાર્ડ માટે પણ હવે માત્ર આધાર (Aadhaar) પૂરતું નથી, અન્ય દસ્તાવેજો પણ આપવા પડશે. તેમજ 10 લાખથી વધુની રોકડ જમા કે 20 લાખથી વધુના મિલકત વ્યવહારમાં પાન નંબર અનિવાર્ય છે. વિદેશ પ્રવાસ (Foreign Travel) માટે TCS ના દરમાં રાહત આપીને તેને ફ્લેટ 2% કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Credit Card ધારકો સાવધાન: 1 એપ્રિલથી બદલાશે આ મહત્વના 5 Rules


