Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારત-ઓમાન વચ્ચે 1 જૂનથી શરૂ થશે મુક્ત વ્યાપાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યા મહત્વના સંકેત!

વૈશ્વિક બજારોની ભારે અશાંતિ અને આંતરરાષ્ટ્રીય તેલ સંકટ વચ્ચે, ભારત સરકારે પશ્ચિમ એશિયાના એક અત્યંત પ્રભાવશાળી દેશ સાથે અબજો ડૉલરના વ્યાપારિક સમજોતાને અંતિમ ઓપ આપી દીધો છે. આગામી મહિનાની પહેલી તારીખથી જ અમલમાં આવી રહેલો આ કરાર માત્ર ભારતના અર્થતંત્રને નવી ઉંચાઈ જ નહીં આપે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સુરક્ષા અને દરિયાઈ માર્ગો પર ભારતના વર્ચસ્વને લઈને એક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે
ભારત ઓમાન વચ્ચે 1 જૂનથી શરૂ થશે મુક્ત વ્યાપાર  કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યા મહત્વના સંકેત
Advertisement
  • ભારત-ઓમાન વચ્ચે 1 જૂનથી મુક્ત વેપાર કરાર લાગુ થવાના સંકેત (India Oman Trade Deal)
  • મંત્રી પીયૂષ ગોયલે આપ્યા કરાર અમલી બનવાના મોટા સંકેત
  • ભારતની 99 % પ્રોડક્ટ્સ પરથી ઓમાનમાં ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે
  • ભારતીય આઈટી અને આયુષ સેવાઓ માટે મોટું માર્કેટ ખુલશે

વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી ભારત સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ભારત અને ઓમાન (India and Oman) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement - FTA) આગામી 1 જૂન, 2026થી અમલમાં આવી શકે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (Union Commerce Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) આ અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર નિકાસ-આધારિત વૃદ્ધિ (Export-Oriented Growth) ને પ્રોત્સાહન આપી રહી છે, અને ઓમાન સાથેનો આ પ્રસ્તાવિત કરાર તે દિશામાં ખૂબ જ કારગત સાબિત થશે.

India Oman Trade Deal : ગલ્ફ દેશો સાથે ભારતની વધતી આર્થિક ભાગીદારી

આ કરાર ઓમાન માટે વર્ષ 2006 પછી કોઈ બિન-અરબ દેશ સાથેનો પ્રથમ મોટો વ્યાપારિક કરાર છે, જ્યારે અગાઉ યુએસ-ઓમાન કરાર (US-Oman Agreement) પર હસ્તાક્ષર થયા હતા. બીજી તરફ, ભારત માટે યુએઈ (UAE) સાથેના કરાર પછી, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (Gulf Cooperation Council - GCC) ના કોઈ સભ્ય દેશ સાથેનો આ બીજો મોટો વ્યાપારિક સમજોતો છે. ભારત-ઓમાન વ્યાપાર કરાર પર સત્તાવાર રીતે ડિસેમ્બર 2025 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, ઓમાન ભારતમાંથી નિકાસ થતા આશરે 99.38% માલસામાનને સંપૂર્ણપણે ટેરિફ-મુક્ત એક્સેસ (Tariff-Free Access) આપશે. બદલામાં, ભારતે પણ તેની કુલ ટેરિફ લાઇન્સના 77.79% ભાગ પર ડ્યુટીમાં મોટી રાહતો આપી છે, જે ઓમાનથી આયાત થતી 94.81% ચીજવસ્તુઓને આવરી લે છે.

Advertisement

નાણાકીય વર્ષ 2024-25 (FY 2024-25) સુધીમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) 10.5 બિલિયન ડૉલર સુધી પહોંચ્યો હતો, જેમાં ભારતે ઓમાનને 4.06 બિલિયન ડૉલર (₹36,634 કરોડથી વધુ) ની નિકાસ કરી હતી, જ્યારે ૬.૫ બિલિયન ડૉલર (₹5export650 કરોડથી વધુ) ની આયાત કરી હતી.

Advertisement

ભારતીય સેવા ક્ષેત્ર અને આયુષ ઉદ્યોગને મળશે બૂસ્ટર ડોઝ

આ આર્થિક ભાગીદારી માત્ર માલસામાનની નિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના સેવા ક્ષેત્ર (Indian Service Sector) ને પણ પ્રચંડ વેગ આપશે. આ કરારથી ભારતીય આઈટી, એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ કામદારોની અવરજવર સરળ બનશે. હાલમાં પશ્ચિમ એશિયાના દેશોમાં આશરે 6,75,000 ભારતીયો વસે છે. ઓમાન વાર્ષિક આશરે 12.52 બિલિયન ડૉલરની સેવાઓની આયાત કરે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યારે માત્ર 5.31% છે, જે હવે વધશે.

આ ઉપરાંત રત્નો અને ઝવેરાત (Gems and Jewellery), કાપડ, ચામડું, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઈલ જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને ઓમાનમાં ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કરારથી ભારતના આયુષ એટલે કે આયુર્વેદિક દવા ક્ષેત્ર (Ayurvedic Medicine Sector - AYUSH) માટે ઓમાનના રૂપમાં એક નવું અને મોટું આંતરરાષ્ટ્રીય બજાર khulશે. તેના બદલામાં, ભારત ઓમાનથી આવતા khજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ્સ (Petrochemicals) પર કસ્ટમ ડ્યુટી ઘટાડશે.

હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ અને ભારતની ઉર્જા સુરક્ષા

હાલમાં મધ્ય-પૂર્વના તણાવને કારણે બંધ રહેતી હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર માત્ર ઈરાનનું જ નહીં, પરંતુ ઓમાનનું પણ સમાન નિયંત્રણ છે. ઈરાન જ્યાં ઉત્તરી સરહદ સંભાળે છે, ત્યાં ઓમાન આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગની દક્ષિણ બાજુ પર પ્રભુત્વ ધરાવે છે. ઓમાન ક્રૂડ ઓઇલ અને એલએનજી (Crude Oil and LNG) નો મોટો ઉત્પાદક દેશ છે. આ કરારના કારણે મધ્ય-પૂર્વમાં ગમે તેટલી અશાંતિ હોય, તો પણ ભારત ઓમાનના બંદરો દ્વારા પોતાની વૈકલ્પિક સપ્લાય ચેઈન (Alternative Supply Chain) અને લોજિસ્ટિક્સ સપોર્ટ જાળવી શકશે, જે ભારતની લાંબાગાળાની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે ગેમચેન્જર સાબિત થશે.

આ પણ વાંચો :  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે,ક્રેમલિને કરી સત્તાવાર જાહેરાત!

Tags :
Advertisement

.

×