Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

જાપાનને પાછળ પાડી ભારત $ 4.18 ટ્રિલિયનની ચોથી સૌથી મોટી ઈકોનોમી, જાણો 2030 સુધીનું લક્ષ્ય

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. સરકારે કહ્યું છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી બની ગયું છે અને જાપાનને પણ ભારતે પાછળ રાખી દીધું છે. ટેરિફ યુદ્ધ વચ્ચે 2025ના આખરમાં ભારતને ઘણી મોટી સફળતા મળી છે.
જાપાનને પાછળ પાડી ભારત   4 18 ટ્રિલિયનની ચોથી સૌથી મોટી ઈકોનોમી  જાણો 2030 સુધીનું લક્ષ્ય
Advertisement

. ભારતને 2025ના આખરમાં મોટી સફળતા મળી
. ટેરિફ યુદ્ધ વચ્ચે પણ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી
. ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી મુખ્ય ઈકોનોમી

નવી દિલ્હી: ભારતે મોટી કામિયાબી પ્રાપ્ત કરી છે. સરકારે જાણકારી આપી છે કે ભારત વિશ્વની ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને જાપાનને પણ આપણે પાછળ રાખી દીધું છે.

Advertisement

ભારતની અર્થવ્યવસ્થા 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલરની થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને 2030 સુધીમાં જર્મનીને પાછળ રાખીને દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement

સરકારે શું જણાવ્યું?

2025માં દેશમાં થયેલા સુધારાઓ સાથે જોડાયેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલરની જીડીપી સાથે ભારત જાપાનને પાછળ રાખીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને 2030 સુધીમાં 7.3 ટ્રિલયન અમેરિકન ડોલરની અંદાજિત જીડીપી સાથે આગામી 2.5થી 3 વર્ષમાં જર્મનીને ત્રીજા સ્થાનથી હટાવવાની તૈયારીમાં છે.

economy_gujarat_first

IMFનું અનુમાન

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફે સંકેત આપ્યો છે કે આગામી વર્ષે ભારત, જાપાનથી આગળ નીકળી જશે. તેનું અનુમાન છે કે 2026માં ભારતની જીડીપી 4.51 ટ્રિલિયન ડોલર થશે, જ્યારે જાપાનની જીડીપી લગભગ 4.46 ટ્રિલિયન ડોલર રહેશે. એટલે કે બંને દેશોની અર્થવ્યવસ્થાના આકારમાં વધારે અંતર નહીં હોય.

વિશ્વ બેંકના આંકડા પર કરો નજર

જો કે કુલ જીડીપીના આંકડાથી અલગ પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં ભારત આ દેશોથી ઘણું પાછળ છે. વિશ્વ બેંકના આંકડા મુજબ, 2024માં ભારતી પ્રતિ વ્યક્તિ આવક 2694 ડોલર હતી. જ્યાર જાપાનની પ્રતિ વ્યક્તિ આવક આનાથી 12 ગણી અને જર્મનીની અંદાજે 20 ગણી વધારે રહી.

દુનિયાની ટોપ-5 ઈકોનોમી

અમેરિકા
ચીન
જર્મની
ભારત
જાપાન

આ પણ વાંચો:1 જાન્યુઆરીથી બદલાશે તમારી લાઈફસ્ટાઈલ, ગેસથી લઈ ગાડીઓ સુધી બધું જ થશે મોંઘું!

Tags :
Advertisement

.

×