Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

India tariff reduction: ભારતની મોટી રાજદ્વારી જીત: ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 18% કર્યો, ચીન-પાકિસ્તાન કરતા ભારતને મોટો ફાયદો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે નમતું જોખ્યું છે. ટ્રમ્પે ભારત પર લાગુ કરેલો 25 ટકાનો ટેરિફ 18 ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ અન્ય દેશોની સરખામણીએ અમેરિકાએ લાગુ કરેલો ટેરિફ ભારત પર સૌથી ઓછો થયો છે. કયા દેશમાં કેટલો ટેરિફ છે, આવો જાણીએ.
india tariff reduction  ભારતની મોટી રાજદ્વારી જીત  ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 18  કર્યો  ચીન પાકિસ્તાન કરતા ભારતને મોટો ફાયદો
Advertisement
  • India tariff reduction: ભારત સામે ટ્રમ્પનું ટેરિફ વલણ પડ્યું નરમ
  • ભારત પર 25%થી ઘટાડીને ટેરિફ કર્યો 18%
  • અન્ય એશિયાઈ દેશો કરતા ભારતનો ટેરિફ સૌથી ઓછો

India tariff reduction: ભારત (India) અને અમેરિકા (America) વચ્ચેના વ્યાપારી સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump) ભારત પર લાદવામાં આવેલા 25% ના ટેરિફ (આયાત ડ્યુટી) ને ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય ટેલિફોનિક (Telephonic) વાતચીત બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

India tariff reduction 01_GUJARAT_FIRST

Advertisement

આ ઘટાડા સાથે, અન્ય પાડોશી અને હરીફ દેશોની સરખામણીએ ભારત પરનો ટેરિફ હવે સૌથી ઓછો થઈ ગયો છે, જે ભારતીય નિકાસકારો માટે 'બુસ્ટર ડોઝ' સમાન છે.

Advertisement

India tariff reduction: શું છે ડીલ?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે, ભારત હવે અમેરિકા પાસેથી $500 બિલિયન (Billion) થી વધુ મૂલ્યની એનર્જી (Energy), ટેકનોલોજી (Technology) અને કૃષિ ઉત્પાદ (Agricultural products) નો ખરીદશે. બદલામાં અમેરિકાએ ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal tariff) 25% થી ઘટાડીને 18% કર્યો છે. વધુમાં, રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે જે વધારાની 25% પેનલ્ટી (કુલ 50% ટેરિફ) હતી, તે પણ હવે નાબૂદ કરવામાં આવી છે.

India tariff reduction: વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ, કોના પર કેટલો ટેરિફ?

અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ટેરિફ દરો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે, ભારતને એશિયાઈ દેશો (Asian countries) માં સૌથી વધુ પ્રાધાન્ય મળ્યું છે.

India tariff reduction 03_GUJARAT_FIRST

ક્યા દેશમાં કેટલો ટેરિફ?

દેશટેરિફ (%)
ભારત (India) 🇮🇳18%
પાકિસ્તાન (Pakistan) 🇵🇰19%
ઈન્ડોનેશિયા (Indonesia) 🇮🇩19%
થાઈલેન્ડ (Thailand) 🇹🇭19%
બાંગ્લાદેશ (Bangladesh) 🇧🇩20%
વિયેતનામ (Vietnam) 🇻🇳20%
ચીન (China) 🇨🇳34% થી 37%

India tariff reduction: ભારતને શું ફાયદો થશે?

  • નિકાસમાં વધારો
    ટેરિફ ઘટવાથી 'મેડ ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન મળશે. ભારતમાં બનેલી વસ્તુઓ અમેરિકન માર્કેટમાં સસ્તી થશે, જેનાથી ભારતની પ્રોડક્ટ્સ નિકાસમાં ધરખમ વધારો થશે.
  • ચીન સામે મજબૂતી
    ચીન પર 34% થી વધુ ટેરિફ હોવાથી અમેરિકન કંપનીઓ હવે ચીનને બદલે ભારત પાસેથી માલ ખરીદવા પ્રેરાશે. જેથી ભારતનું માર્કેટ (Market) મજબૂત થશે
  • આર્થિક વિકાસ
    કાપડ (Cloth), આઈટી (IT), એન્જિનિયરિંગ (Engineering) અને ફાર્મા સેક્ટર (Pharma sector) ને આ નિર્ણયથી સીધો આર્થિક લાભ મળશે.
  • બંને દેશ વચ્ચે સંબંધો વધશે
    આ ડીલ હેઠળ ભારત અમેરિકા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ (Crude oil) અને ટેકનોલોજીની ખરીદી કરશે, જેનાથી બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનશે.

India tariff reduction 02_GUJARAT_FIRST

India tariff reduction: પીએમ મોદીની પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેરિફ ઘટાડવાના ટ્રમ્પના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. 140 કરોડ ભારતીયો વતી આ જાહેરાત બદલ તેમનો આભાર. જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી (Democracy) સાથે મળીને કામ કરે છે, ત્યારે તે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે ફાયદાકારક છે."

આ પણ વાંચો--- Stock Market Today : ભારતીય બજારમાં દિવાળી જેવો માહોલ! અમેરિકાએ ભારત પર ટ્રેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી

આ પણ વાંચો--- PM Modi Thanks Trump: ટેરિફ યુદ્ધનો અંત! PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીયો વતી માન્યો આભાર

Tags :
Advertisement

.

×