Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શેરબજારમાં રોકેટ જેવી તેજી!India-US Trade Deal ના એક સમાચારે સેન્સેક્સને પહોંચાડ્યો 79,000 ને પાર

ભારત અને અમેરિકા વચ્ચે શરૂ થયેલી India-US Trade Deal ની વાટાઘાટોના પગલે મંગળવારે શેરબજારમાં રોકેટ જેવી તેજી જોવા મળી છે. સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે 79,000 ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ટ્રેડ ડીલના સકારાત્મક સમાચારે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે, જેના કારણે માર્કેટમાં મંગળકારી માહોલ સર્જાયો છે.
શેરબજારમાં રોકેટ જેવી તેજી india us trade deal ના એક સમાચારે સેન્સેક્સને પહોંચાડ્યો 79 000 ને પાર
Advertisement
  • India-US Trade Deal થી માર્કેટમાં તેજી
  • સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની ઉછાળો; રોકાણકારો માલામાલ
  • સેન્સેક્સ 500 પોઈન્ટ વધી 79,000 ની સપાટીને પાર
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા શેરબજારને મળ્યો મોટો સપોર્ટ
  • Axis Bank અને Adani Ports ના શેરમાં જોવા મળ્યો તરખાટ

મંગળવારના રોજ શેરબજારમાં (Stock Market) જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો હતો. મધ્ય પૂર્વમાં ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ છતાં, ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ (India-US Trade Deal) ના સકારાત્મક અપડેટને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Stock market, global market, bullish, Sensex, Nifty, Gujarat 01

Advertisement

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) આજે 78,617 પર ખુલ્યા બાદ ગણતરીની મિનિટોમાં 79,000 ની સપાટી વટાવી ગયો હતો. સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 150 પોઈન્ટ ઉછળીને 24,500 ની પાર ટ્રેડ કરતો દેખાયો હતો. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને લઈને યુદ્ધની સ્થિતિ હોવા છતાં ભારતીય બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

તેજી પાછળનું મુખ્ય કારણ

આ રેલી પાછળનું સૌથી મોટું કારણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ (India-US Trade Deal) ની શરૂ થયેલી ચર્ચા છે. 20 એપ્રિલથી શરૂ થયેલી આ વાટાઘાટોમાં ટેરિફમાં ફેરફાર થવાની આશા છે. ભારતીય પ્રતિનિધિ મંડળ અમેરિકી અધિકારીઓ સાથે ત્રણ દિવસ સુધી ચર્ચા કરવાનું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ની કિંમત 95 ડોલર પ્રતિ બેરલની નીચે આવી જવાથી પણ બજારને ટેકો મળ્યો છે.

Crude Oil

આ શેરોમાં જોવા મળી તેજી

બજારની આ તેજીમાં એક્સિસ બેન્ક (Axis Bank), અદાણી પોર્ટ્સ (Adani Ports) અને ઇન્ડિગો જેવી કંપનીઓના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય એશિયન પેઈન્ટ્સ, પેટીએમ (Paytm) અને સુઝલોન એનર્જી (Suzlon) પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : LED Card : હવે ક્રેડિટ કાર્ડમાં પણ લાઇટની સુવિધા, પેમેન્ટ કરતા મળશે સંકેત

Tags :
Advertisement

.

×