Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Apple માં આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખતી ભારતીય મૂળની મહિલા Forbes માં ચમકી

ભારતીય મૂળની ટેક એન્ટ્રોપ્રેન્યોર કલ્યાણી રામાદુર્ગમને મોટું સન્માન પ્રાપ્ત થયું છે. તેણીનું નામ Forbes 30 Under 30 United States 2026 ની ફાઇનાન્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, તેણીએ અન્ય સાથે મળીને Kobalt Labs ની સ્થાપના કરી છે, જે બેંકો અને ફિનટેક કંપનીઓને દસ્તાવેજોની સમીક્ષા કરવા માટે AI નો અસરકારક ઉપયોગ કરવાની સુવિધા આપે છે.
apple માં આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખતી ભારતીય મૂળની મહિલા forbes માં ચમકી
Advertisement
  • કલ્યાણી એપલ સહિતની કંપનીમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે
  • હાલ કલ્યાણીએ અન્ય સાથે મળીને Kobalt Labs ની સ્થાપના કરી છે
  • Kobalt Labs એ AI આધારિત ડોક્યૂમેન્ટ વેરિફિકેશનની સુવિધા આપે છે
  • કલ્યાણીનું નામ ફોર્બ્સમાં આવવાથી મોટું સન્માન મળ્યું

Kalyani Ramadurgam Named Forbes Under 30 : અસંખ્ય ભારતીય મૂળના ટેક પ્રોફેશનલ્સ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. ભારતીયો ગૂગલ અને માઇક્રોસોફ્ટથી લઈને એપલ અને ઓપનએઆઈ સુધીની કંપનીઓમાં મહત્વના પદ પર બિરાજમાન છે. આ પૈકી એક નામ કલ્યાણી રામદુર્ગમનું છે, જે ભારતીય મૂળની ટેક પ્રોફેશનલ છે. તેણીએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પોતાની કોર્પોરેટ નોકરી છોડી દીધી હતી. અગાઉ Affirm માં કામ કરતી સોફ્ટવેર એન્જિનિયર આશી અગ્રવાલ સાથે મળીને, કલ્યાણીએ Kobalt Labs ની સ્થાપના કરી. હવે તેણીનું નામ Forbes 30 Under 30 United States 2026 ની ફાઇનાન્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કલ્યાણી નાણાકીય ટેકનોલોજી (FinTech) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રોમાં કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Forbes (@forbes)

કલ્યાણી રામદુર્ગમનો અભ્યાસ

કલ્યાણીએ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. દરમિયાન, તેણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં રસ પડ્યો હતો. તે શીખવાથી તેને ડેટા, સોફ્ટવેર સિસ્ટમ્સ અને ઓટોમેશન સાથે કામ કરવા માટે જરૂરી મૂળભૂત જ્ઞાન મળ્યું હતું. સમય જતાં, તેણે માત્ર શિક્ષણ પર આધાર રાખવાને બદલે, નોકરી પર જોડાઇને અનુભવ દ્વારા શીખવાનું વધારે પસંદ કર્યું હતું.

Advertisement

મોટી જવાબદારી સોંપવામાં આવી

જાણીતી Apple કંપનીમાં તેમનું કાર્ય ખૂબ જ સંવેદનશીલ હતું, જેમાં તેને મુખ્યત્વે આતંકવાદી નેટવર્ક્સ દ્વારા એપલ પેના દુરુપયોગને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના કાર્યકાળ દરમિયાન ધ્યાને આવ્યું કે, એપલ જેવી મોટી કંપનીમાં પણ, ધીમી, મેન્યુઅલ અને જૂની પ્રક્રિયાઓ આધારિત પ્રણાલીઓ માટે જોખમો ઉભા કરે છે.

Advertisement

રિસ્ક મેનેજમેન્ટ માટે જૂની પદ્ધતિઓનો ઉપયોગ

ત્યાં કામ કરતી વખતે, તેના ધ્યાને આવ્યું કે, મોટાભાગના કાર્યો ધીમી ગતિએ થઇ રહ્યા હતા, અને મેન્યુઅલ ચેકીંગ પર વધારે આધાર રાખતા હતા. મોટી કંપનીઓ પણ દસ્તાવેજ સમીક્ષા, અને રિસ્ક મેનેજમેન્ટ માટે જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરતી હતી. આનાથી ટીમો માટે નોંધપાત્ર મુશ્કેલીઓની સાથે સમય માંગી લેતી ઘૂંચવણ ભરી વ્યવસ્થાઓ ઊભી થઈ હતી.

બંનેએ ભેગા મળીને Kobalt Labs ની શરૂઆત કરી

આ સમસ્યાઓનું અવલોકન કર્યા પછી, કલ્યાણીએ વધુ સારા ઉકેલો વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. તેણીને સમજાયું કે, AI ની મદદથી ઘણા કાર્યો ઝડપથી કરી શકાય છે. આ વિચારે તેણીને Kobalt Labs ની સહ-સ્થાપના કરવા પ્રેરણા આપી હતી, Kobalt Labs નાણાકીય કંપનીઓમાં જોખમ અને વ્યવસ્થાપન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સમય બચાવવાની પ્રાથમિકતા

કંપની એવા સાધનો વિકસાવે છે, જે બેંકો અને ફિનટેક કંપનીઓને નીતિઓ, કરારો અને અન્ય દસ્તાવેજોની સમીક્ષા કરવા માટે AI નો અસરકારક ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. જે કાર્યો કરવામાં પહેલા અઠવાડિયા લાગતા હતા, તે હવે ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. ધ્યેય લોકોને બદલવાનો નથી, પરંતુ સમય અને માનવબળ ઘટાડવાનો છે.

આ પણ વાંચો -------  1 જાન્યુઆરીથી બદલાશે તમારી લાઈફસ્ટાઈલ, ગેસથી લઈ ગાડીઓ સુધી બધું જ થશે મોંઘું!

Tags :
Advertisement

.

×