ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Rupee :ડોલર સામે રૂપિયો ફરી નબળો પડ્યો,85.75ના નવા તળિયે

ડોલર સામે ભારતીય નબળો પડ્યો રૂપિયો તુટીને 85.75ના નવા તળિયે નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો Indian Rupee: નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા ભારતીય...
07:38 AM Jan 03, 2025 IST | Hiren Dave
ડોલર સામે ભારતીય નબળો પડ્યો રૂપિયો તુટીને 85.75ના નવા તળિયે નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો Indian Rupee: નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા ભારતીય...
Indian currency

Indian Rupee: નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા ભારતીય શેરબજારમાં આજે તેજીના સુસવાટામાં સેન્સેક્સમાં 1436 અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. તો બીજી તરફ ડોલર સામે ભારતીય રૂપિયા(Indian Rupee)નું ઐતિહાસિક પતન જારી રહેતા આજે રૂપિયો 85.75 ના નવા તળિયે પટકાયો હતો.

નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો

શેરબજારમાં લાંબા સમય બાદ ફરી એકવાર નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો થયા બાદ સતત પીછેહઠના પગલે હેવીવેઈટ શેરો નીચા મથાળે ઉતરી આવતા આજે વિદેશી રોકાણકારોએ આ શેરોમાં મોટા પાયે નવી લેવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક ખેલાડીઓ, ઓપરેટરો તેમજ રોકાણકારો દ્વારા પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરાતા બજારમાં સુધારા ચાલ એકધારી આગળ વધતા તેજીનો માહોલ ઉભો થયો હતો.

આ પણ  વાંચો -Stock Market:શેરબજાર ખૂલતા જ તેજી, સેન્સેક્સ આટલા પોઈન્ટનો ઉછાળો

રોકાણકારોની સંપત્તિમાં વધારો નોંધાયો

વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી ઝડપી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સ એક તબક્કે 80 હજારની સપાટી કુદાવ્યા બાદ અંતે 1436.30 પોઈન્ટ ઉછળીને ૭૯૯૪૩.૭૧ની સપાટીએ મક્કમ હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 445.75 પોઈન્ટ ઉછળીને 24188.65 ની સપાટીએ મજબૂત રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે લાંબા સમય બાદ રૂપિયા 1507 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા6.04 લાખ કરોડનો વધારો થતા અંતે રૂપિયા 450.47 લાખ કરોડ રહી હતી.

આ પણ  વાંચો -ISRO અને NASA દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટ

ભારતીય રૂપિયો નબળો પડયો

ભૂ-રાજકીય પ્રતિકૂળ પરિબળો પાછળ તેમજ ઘર આંગણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ડેટા નબળા જાહેર થતા હુડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયામાં આજે પણ ઐતિહાસિક પીછેહઠ થવા પામી હતી. આજે કામકાજના પ્રારંભે જ રૂપિયો નીચા મથાળે ખુલ્યા બાદ ડોલરમાં એકધારી નવી લેવાલી પાછળ રૂપિયો ઈન્ટ્રા ડે તુટીને85.80 ના મથાળે પટકાયા બાદ કામકાજના અંતે85.75 ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

Tags :
currencyDollarGujarat FirstHiren daveIndian currencyIndian RupeeRupeerupee vs dollarUS dollar
Next Article