ભારતનો Software Developer રશિયામાં સફાઇ કર્મી બન્યો, જાણો મહિનાની કમાણી કેટલી !
- ભારતના સોફ્ટવેર ડેવલોપર સહિત અનેક નાના વેપારીઓ રશિયામાં સફાઇ કર્મી બન્યા
- મુકેશ મંડલનું કહેવું છે કે, કોઇ પણ કામ નાનું નથી હોતું
- સારી કમાણી કર્યા બાદ મોટા ભાગના ભારતીયો પરત ફરવા માંગે છે
Indian IT Engineer Cleaning Streets In Russia : આજના સમયમાં મોટાભાગના લોકો વિદેશમાં નોકરીને ઉચ્ચ પગારવાળી, ઓફિસ, અથવા ટેક કંપની જોડે ગણાવે છે, ત્યારે 26 વર્ષીય મુકેશ મંડલ અને તેની સાથે આવેલા 16 અન્ય ભારતીય યુવાનોએ આ માનસિકતા સંપૂર્ણપણે બદલી રહ્યા છે. આ યુવાનો ભારતમાં સોફ્ટવેર ડેવલપર, આર્કિટેક્ટ, ઇવેન્ટ પ્લાનર, ડ્રાઇવર અથવા નાના વેપારીઓ હતા, પરંતુ હવે તેઓ રશિયાની શેરીઓ સાફ કરી રહ્યા છે.
માઇક્રોસોફ્ટમાં સોફ્ટવેર ડેવલપર, હવે રશિયામાં સફાઇ કર્મી
26 વર્ષીય મુકેશ મંડલ લગભગ ચાર મહિના પહેલા રશિયા પહોંચેલા 17 ભારતીયોમાંનો એક છે. મુકેશ અગાઉ સોફ્ટવેર ડેવલપર હતો, અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે. તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ચેટબોટ્સ અને GPT જેવા આધુનિક ટુલ્સનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તે સેન્ટ પીટર્સબર્ગની શેરીઓમાં ઝાડુ લઇને સફાઇ કર્મચારીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
પૈસા કમાઇને ભારત પાછા ફરવાની યોજના
મીડિયા અહેવાલો અનુસાર, મુકેશે રશિયન મીડિયા ફોન્ટાન્કા સાથે વાત કરતા કહ્યું કે, આ કામ તેના માટે કામચલાઉ છે, અને તેની નાણાકીય જરૂરિયાતો પૂરી થયા પછી, તે ભારત પાછો ફરશે. તે કહે છે કે, કામ ભગવાનનું સ્વરૂપ છે. તમે ગમે ત્યાં, શેરીમાં, શૌચાલયમાં કે ઓફિસમાં કામ કરી શકો છો. તેને પ્રામાણિકપણે કરવું એ આપણી ફરજ છે.
તેમને કેટલો પગાર મળે ?
રશિયામાં સ્વચ્છતા કામદારો તરીકે કામ કરતા આ ભારતીયોની ઉંમર 19 થી 43 વર્ષની વચ્ચે છે, અને તેઓ વિવિધ વ્યવસાયોમાંથી આવે છે. આ જૂથમાં ઇવેન્ટ પ્લાનર, ચામડાના કારીગરો, ડ્રાઇવરો અને આર્કિટેક્ટ જેવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. તેઓ ખાનગી કંપની દ્વારા રશિયામાં કામ કરવા લાવવામાં આવ્યા છે, જે તેમના રહેવા અને ખાવાના ખર્ચને પણ આવરી લે છે. અહીં દરેક કામદાર લગભગ 100,000 રુબેલ્સ કમાય છે, જે લગભગ 1.1 લાખ રૂપિયાની સમકક્ષ છે.
આ પણ વાંચો ------ ભારતમાં Starlink ની એન્ટ્રી, દિલ્હીના WTC માં પહેલી ઓફિસ શરૂ


