Stock Market Closing Today : RBI નો રેપો રેટ પર મોટો નિર્ણય, છતાં શેરબજારમાં કેમ દેખાયો કડાકો?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ યથાવત રાખવા અને વિદેશી રોકાણકારો માટે નવા પ્રોત્સાહનો જાહેર કરવા છતાં ભારતીય શેરબજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 116 અંક અને નિફ્ટી 50 અંકના ઘટાડા સાથે બંધ થયા હતા. બજારમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ હોવાનું બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.
Advertisement
Stock Market Closing Today : ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે સતત દબાણ જોવા મળ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે અનેક રાહતો જાહેર કરી હોવા છતાં શેર માર્કેટ લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 74,243 ના સ્તરે બંધ થયો હતો, જે રોકાણકારોમાં ચિંતા જગાવી રહ્યો છે.

