Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash: શેરબજારમાં મચ્યો હાહાકાર! સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, જાણો શું છે કારણ?

ભારતીય શેરબજારમાં આજે Stock Market Crash જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 104 ડોલરને પાર કરી જતા સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો છે. નિફ્ટી પણ 24,200ના મહત્વના સ્તરની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જેનાથી રોકાણકારોના અબજો રૂપિયા સાફ થઈ ગયા છે.
stock market crash  શેરબજારમાં મચ્યો હાહાકાર  સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો  જાણો શું છે કારણ
Advertisement
  • સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો 
  • અમેરિકા-ઈરાન તણાવની બજાર પર માઠી અસર
  • કાચું તેલ $100ને પાર પહોંચતા હાહાકાર
  • BSE સેન્સેક્સમાં 823 પોઈન્ટનું મોટું ગાબડું
  • રોકાણકારોના લાખો-કરોડો રૂપિયા થયા સાફ

ગુરુવારે ભારતીય શેરબજાર (Stock Market Crash) ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે બજારનો સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે ખરડાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) ઓપનિંગમાં જ 800થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી (NSE Nifty) પણ 200 પોઈન્ટથી વધુના ગાબડા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

Stock market Crash Today

Stock Market Crash: વૈશ્વિક બજારોમાંથી મળ્યા ખરાબ સંકેતો

શેરબજારમાં આ કડાકાના સંકેતો અગાઉથી જ મળી રહ્યા હતા. અમેરિકન બજારો લાલ નિશાનમાં બંધ થયા બાદ એશિયન બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ (Nikkei) ઈન્ડેક્સ 650 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આ નકારાત્મક સંકેતોની સીધી અસર ભારતીય બજાર પર પડી અને સેન્સેક્સ ગબડીને 77,693 ના સ્તર પર આવી ગયો હતો.

Advertisement

Crude Oil

ક્રૂડ ઓઈલનો ભડકો અને શેરોમાં ગાબડા

બજારમાં આ મોટા કડાકાનું મુખ્ય કારણ કાચા તેલની કિંમતોમાં આવેલો ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ના ભાવ 8% વધીને 104 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. તેલ મોંઘુ થતા ફુગાવાની ચિંતા વધી છે, જેણે શેરબજાર (Stock Market Crash) ને લાલ નિશાનમાં ધકેલી દીધું છે. ખાસ કરીને એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા અને એમ એન્ડ એમ (M&M) જેવા દિગ્ગજ શેરોમાં 2 થી 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ પણ 3 ટકાથી વધુ તૂટ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Raju Motiram Aildasani: ઇન્દોરથી ઇન્ડોનેશિયાના ટેક્સટાઈલ કિંગ, રાજુ આઈલદાસાણીની Success Story

Tags :
Advertisement

.

×