Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash India: શેરબજારમાં ભારે કડાકો: સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં મોટું ગાબડું

ભારતીય શેરબજારમાં આજે જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સેન્સેક્સમાં ૧,૦૦૦ પોઈન્ટના કડાકાએ મિનિટોમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ધોઈ નાખી છે. આ ઘટાડા પાછળ માત્ર આઈટી સેક્ટરના નબળા પરિણામો જ નહીં, પરંતુ સાત સમંદર પાર ખેલાઈ રહેલું એક મોટું ખતરનાક રાજકીય ગણિત પણ જવાબદાર છે. શું બજાર હજુ વધુ નીચે જશે કે આ માત્ર શરૂઆત છે?
stock market crash india  શેરબજારમાં ભારે કડાકો  સેન્સેક્સ 1 000 પોઈન્ટ તૂટ્યો  it શેરોમાં મોટું ગાબડું
Advertisement

  • સેન્સેક્સ 982 પોઈન્ટ ઘટીને 76,681 પર થયો બંધ (Stock Market Crash India)
  • રોકાણકારોએ આજે એક જ દિવસમાં ₹5 લાખ કરોડ ગુમાવ્યા
  • નબળા પરિણામોને કારણે ઇન્ફોસિસના શેરમાં 7%નું ગાબડું
  • વૈશ્વિક તણાવને પગલે કાચા તેલના ભાવ $105ને પાર

ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે સપ્તાહનો છેલ્લો દિવસ અત્યંત નિરાશાજનક સાબિત થયો છે. શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ પ્રોફિટ બુકિંગ અને નકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ (Sensex) અંદાજે 1,000 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી (Nifty) 24,000 ની મહત્વની સપાટી તોડીને નીચે બંધ રહ્યો છે.

Stock Market Crash India:  IT સેક્ટરમાં ભૂકંપ અને તેલના ભાવમાં ભડકો

બજારના ઘટાડા પાછળ આઈટી ક્ષેત્રના નબળા દેખાવે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઇન્ફોસિસના (Infosys) નબળા ત્રિમાસિક પરિણામોને (Quarterly Results) કારણે તેનો શેર 7% તૂટ્યો હતો, જેના પગલે TCS, વિપ્રો (Wipro), અને ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજ શેરોમાં પણ 2% થી 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને (US-Iran Tension) કારણે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $105 ને પાર કરી ગયા છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.

Advertisement

Advertisement

રૂપિયાનું અવમૂલ્યન અને FII ની વેચવાલી

શેરબજારની સાથે ભારતીય રૂપિયો (Indian Rupee) પણ નબળો પડ્યો છે. ડોલર સામે રૂપિયો 24 પૈસા ઘટીને 94.25 ના સ્તરે બંધ થયો હતો. આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors - FII) દ્વારા મોટાપાયે વેચવાલી કરવામાં આવી રહી છે. ગત ગુરુવારે જ FII એ ₹3,200 કરોડના શેર વેચીને બજારમાંથી પીછેહઠ કરી હતી.

આંકડાની નજરે બજારની સ્થિતિ

શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ 982 પોઈન્ટ (1.27%) ઘટીને 76,681 પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી 275 પોઈન્ટ (1.14%) ના ઘટાડા સાથે 23,897 પર બંધ રહ્યો હતો. આ કડાકાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ (Market Cap) ₹466 લાખ કરોડથી ઘટીને ₹461 લાખ કરોડ થઈ ગયું છે, જેનો અર્થ છે કે રોકાણકારોએ એક જ દિવસમાં ₹5 લાખ કરોડ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: Stock Market Crash: સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના આ કારણે ધોવાયા નાણાં

Tags :
Advertisement

.

×