Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Indian Stock Market Rally : શેરબજારમાં જોરદાર ઉછાળો: સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24200 પાર

વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની નવી આશા જાગતા ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વની સપાટીઓ વટાવીને મજબૂતી સાથે બંધ થયા છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. જોકે, બજારમાં આ ઉછાળો કાયમી રહેશે કે નફાવસૂલી આવશે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
indian stock market rally   શેરબજારમાં જોરદાર ઉછાળો  સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો  નિફ્ટી 24200 પાર
Advertisement
  • Indian Stock Market Rally :નિફ્ટી 24,200 ની મહત્વની સપાટી પાર કરી 24,231 પર સ્થિર
  • અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોની આશાએ વૈશ્વિક બજારમાં તેજી
  • IT, રિયલ્ટી અને ઈન્ફ્રા સેક્ટરમાં 2 ટકાથી વધુનો સુધારો
  • રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો, સેન્સેક્સ 78,111 પર બંધ

ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે 15 એપ્રિલનો દિવસ અત્યંત તેજીમય રહ્યો હતો. ઇઝરાયેલ-હમાસ બાદ હવે અમેરિકા અને ઈરાન (US-Iran Peace Talks) વચ્ચે શાંતિ વાટાઘાટોની આશા જાગતા વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત વધારા સાથે બંધ થયા છે.

Indian Stock Market Rally : શેરબજારની સ્થિતિ

આજના કારોબારના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 1263.67 પોઈન્ટ અથવા 1.64% ના વધારા સાથે 78,111.24 પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (Nifty 50) 388.65 પોઈન્ટ અથવા 1.63% ઉછળીને 24,231.30 ની સપાટી પર સ્થિર થયો હતો.

Advertisement

Advertisement

કયા સેક્ટરમાં રહી તેજી?

બજારમાં આજે ચોમેર ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure), મીડિયા (Media), રિયલ્ટી (Realty), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી (IT) સેક્ટરના સૂચકાંકોમાં 2% થી વધુનો ઉછાળો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ (Midcap & Smallcap Indices) સૂચકાંકો પણ 2% થી વધુ વધીને બંધ રહ્યા હતા, જે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે.

ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ

નિફ્ટીમાં આજે ઇન્ટરગ્લોબ એવિએશન (InterGlobe Aviation), મેક્સ હેલ્થકેર (Max Healthcare), પાવર ગ્રીડ કોર્પ (Power Grid Corp), એલ એન્ડ ટી (L&T) અને એટરનલ (Eternal) ના શેરમાં મોટો નફો જોવા મળ્યો હતો. બીજી તરફ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr. Reddy's Labs), ભારતી એરટેલ (Bharti Airtel) અને આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) જેવી કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો: TCS Nashik Scandal : વોટ્સએપ ગ્રુપમાં રચાતું હતું ષડયંત્ર ! ડિલીટ થયેલી ચેટ્સમાં છુપાયેલા છે અનેક કાળા રહસ્યો

Tags :
Advertisement

.

×