Stock Market Crash Today : સેન્સેક્સમાં 345 પોઈન્ટનું ગાબડું! શું ટ્રમ્પના એક નિર્ણયે બજાર પછાડ્યું?
- આજે ખુલતાની સાથે જ સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટ્યો
- નિફ્ટી 24,500 ના સ્તરની નીચે સરકતા રોકાણકારોમાં ચિંતા
- HCL Tech માં 9% નો રેકોર્ડ ઘટાડો, IT સેક્ટર ધરાશાયી
- ટ્રમ્પના ઈરાન વિષયક નિર્ણયની વૈશ્વિક બજારો પર માઠી અસર
- રોકાણકારોએ શરૂઆતી મિનિટોમાં જ કરોડો રૂપિયા ગુમાવ્યા
Stock Market Crash Today : ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે આજની શરૂઆત આંચકાજનક રહી છે. બુધવાર, 22 એપ્રિલના રોજ ટ્રેડિંગ સત્ર શરૂ થતાની સાથે જ સેન્સેક્સ (Sensex) અંદાજે 345 અંક તૂટીને 78,927.46 ના સ્તરે પહોંચી ગયો હતો. માત્ર સેન્સેક્સ જ નહીં, પરંતુ નિફ્ટી 50 (Nifty 50) એ પણ 24,500 ની મહત્વની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી છે અને 105 અંકના ઘટાડા સાથે 24,471.50 પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં અચાનક આવેલી આ વેચવાલી પાછળ વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિઓ મુખ્ય કારણ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પની શરતી શાંતિ અને બજારનો ફફડાટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામ (Ceasefire) ને લંબાવવાની જાહેરાત તો કરી છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટની સૈન્ય નાકાબંધી ચાલુ રાખવાની શરત મૂકી છે. આ કડક વલણને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના ભાવમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. 'ગિફ્ટ નિફ્ટી' (Gift Nifty) એ વહેલી સવારે જ નબળા સંકેતો આપ્યા હતા, જેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) પણ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા હોવાનું દેખાય છે.
IT સેક્ટરના દિગ્ગજ HCL Tech માં 9% નો કડાકો
આજના ઘટાડાનું સૌથી મોટું કેન્દ્ર આઈટી સેક્ટર (Indian Stock Market) રહ્યું છે. HCL Tech ના શેરમાં શરૂઆતી મિનિટોમાં જ 9% સુધીનું ગાબડું જોવા મળ્યું હતું. કંપનીએ નાણાકીય વર્ષ 2027 માટે જે રેવન્યુ ગાઇડન્સ આપ્યું છે તે માર્કેટ એક્સપર્ટ્સની ધારણા કરતા ઓછું છે. આ નબળા અંદાજને કારણે વિપ્રો, ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા અન્ય દિગ્ગજ શેરોમાં પણ ગાબડા પડ્યા છે. સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી (Nifty IT) સૌથી વધુ નબળો દેખાયો છે.
રોકાણકારો માટે હવે આગળ શું?
બજારમાં આવેલી આ અસ્થિરતા વચ્ચે નિષ્ણાતો રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. બેંકિંગ, હેલ્થકેર અને ફાઈનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં પણ આજે લાલ નિશાન જોવા મળી રહ્યું છે, જ્યારે મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં આંશિક રિકવરીનો પ્રયાસ થઈ રહ્યો છે. રોકાણકારોએ હવે વૈશ્વિક સ્તરે આવનારા આર્થિક આંકડાઓ અને અમેરિકી બજારના વલણ પર નજર રાખવી પડશે.
આ પણ વાંચો : Richest Person in Asia: ગૌતમ અદાણીનો ફરી દબદબો! અંબાણીને પાછળ છોડી બન્યા એશિયાના ધનકુબેર


