Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Indian Stock Market Crash :સેન્સેક્સ 780 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદને દલાલ સ્ટ્રીટમાં મચાવ્યો હાહાકાર

ભારતીય શેરબજારમાં આજે જે પ્રકારે કડાકો જોવા મળ્યો છે તે રોકાણકારો માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરનારા દેશો પર જે કડક આર્થિક હથિયાર ઉગામ્યું છે, તેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી રહી છે. 500 ટકા ટેરિફની આ વાત માત્ર ધમકી છે કે પછી ભારતની નિકાસ માટે કાયમી મુસીબત? આ આર્થિક ભૂકંપ પાછળના ચોંકાવનારા સમીકરણો સમજવા અનિવાર્ય છે.
indian stock market crash  સેન્સેક્સ 780 પોઈન્ટ તૂટ્યો  ટ્રમ્પના એક નિવેદને દલાલ સ્ટ્રીટમાં મચાવ્યો હાહાકાર
Advertisement
  • શેરબજારમાં ‘ટ્રમ્પ કાર્ડ’ની અસર: રોકાણકારોના 8 લાખ કરોડ ડૂબ્યા
  • ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેરબજારમાં મચ્યો હાહાકાર
  • સેન્સેક્સ 780 પોઈન્ટ તૂટ્યો, ઓગસ્ટ 2025 પછીનો મોટો કડાકો
  • રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને અમેરિકાની ચેતવણી
  • આઈટી અને ફાર્મા સેક્ટરના નિકાસ વેપાર પર સંકટના વાદળો

Indian Stock Market Crash : ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને ખાસ કરીને અમેરિકા તરફથી મળેલી આર્થિક ચેતવણીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 500% ટેરિફ લાદવાની ધમકી હોવાનું માનવામાં આવે છે.

Stock Market Crash

Advertisement

એક જ દિવસમાં રોકાણકારોના 8 લાખ કરોડ સાફ

ભારે વેચવાલીને કારણે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 780 પોઈન્ટ (0.92%) ગબડીને 84,180.96 ના સ્તરે બંધ થયો હતો. ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2025 પછી આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ, નિફ્ટી-50 પણ 264 પોઈન્ટ તૂટીને 25,876.85 પર આવી ગયો હતો. આ કડાકાને કારણે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 480 લાખ કરોડથી ઘટીને 472 લાખ કરોડની નીચે પહોંચી ગયું છે.

Advertisement

Indian Stock Market Crash : ટ્રમ્પની ધમકી અને રશિયા કનેક્શન

માર્કેટમાં આ ફફડાટ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ ચેતવણી બાદ જોવા મળ્યો છે. રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રેહામે જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર તેવા દેશોને દંડિત કરવા માટે સજ્જ છે જે રશિયા પાસેથી તેલ કે યુરેનિયમની ખરીદી ચાલુ રાખે છે. જો 'ગ્રેહામ-બ્લુમેન્થલ સબંધી બિલ' પાસ થાય છે, તો ટ્રમ્પ પાસે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોના ઉત્પાદનો પર 500 ટકા સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાની સત્તા આવી જશે.

Donald Trump Tarrif

ભારત પર શું થશે અસર?

ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. જો અમેરિકા આ કડક પ્રતિબંધો લાગુ કરે છે, તો ભારતનો અમેરિકા ખાતેનો નિકાસ વેપાર જોખમમાં આવી શકે છે. ખાસ કરીને આઈટી (IT), ફાર્મા અને ટેક્સટાઇલ જેવા સેક્ટરોને મોટો ફટકો પડી શકે છે, કારણ કે અમેરિકા ભારતીય ઉત્પાદનો માટે સૌથી મોટું બજાર છે.

આ પણ વાંચો : Silver Price Update 2026 : શું ચાંદી રૂ. 3 લાખને વટાવશે? એક્સપર્ટે જણાવ્યું તેજીનું કારણ

Tags :
Advertisement

.

×