Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Indian Stock Market Update : સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં, રોકાણકારો માટે શું છે અપડેટ?

આજે ભારતીય શેરબજારમાં ગઈકાલની તોફાની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગના દબાણને કારણે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 207 અંક ઘટીને 76,281 પર અને નિફ્ટી 42 અંક ઘટીને 23,989 ના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. વૈશ્વિક સંકેતો અને ઊંચા સ્તરે નફો વસૂલવાની હોડને કારણે રોકાણકારો સાવધ વલણ અપનાવી રહ્યા છે.
indian stock market update   સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં  રોકાણકારો માટે શું છે અપડેટ
Advertisement
  • Indian Stock Market Update : સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં
  • ગઈકાલની તોફાની તેજી બાદ આજે રોકાણકારોનું સાવધ વલણ
  • ક્રૂડ ઓઈલની સ્થિરતા અને વૈશ્વિક સંકેતોની બજાર પર અસર
  • બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં ફરીથી નરમાશ જોવા મળી
  • શું માર્કેટ ફરીથી 24,000 ની સપાટી તોડશે? જાણો એક્સપર્ટ્સનું અનુમાન

Indian Stock Market Update : આજે (May 26, 2026) ભારતીય શેરબજાર (Indian Stock Market) માં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉના સત્રમાં આવેલી તોફાની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ (Profit Booking) ના દબાણ હેઠળ બજાર લાલ નિશાનમાં ખુલ્યું છે. રોકાણકારો હવે સાવધ વલણ અપનાવી રહ્યા છે.

Market impact graph for pharmaceutical stocks after US tariff announcement.

Advertisement

Indian Stock Market Update : સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

આજે સવારે જ્યારે ટ્રેડિંગ સત્રની શરૂઆત થઈ, ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) 207.78 અંક (-0.27%) ના ઘટાડા સાથે 76,281.18 ના સ્તર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty 50) પણ 42.70 અંક (-0.18%) ઘટીને 23,989 ના સ્તર પર આવી ગયું છે. બજારના આ ઘટાડા પાછળ ઊંચા સ્તરે નફો વસૂલવાની હોડ મુખ્ય કારણ માનવામાં આવે છે.

Advertisement

ગઈકાલની તેજી અને આજનો માહોલ

ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન (USA-Iran) વચ્ચેની વાતચીતથી ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં નરમી આવતા વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ બન્યો હતો. પરિણામે, ગઈકાલે સેન્સેક્સ 1,074 અંક ઉછળીને 76,488.96 પર અને નિફ્ટી 312 અંક વધીને 24,031.70 પર બંધ રહ્યો હતો. ગઈકાલના તેજીના સત્રમાં બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), લાર્સન એન્ડ ટુબ્રો (L&T), એચડીએફસી બેંક (HDFC Bank) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) જેવા દિગ્ગજ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.

Stock Market Crash_gujrat_first

Stock Market Crash_gujrat_first

પ્રોફિટ બૂકની અસર દેખાઈ

જોકે, આજે તેજીને આગળ વધારવામાં બજાર નિષ્ફળ રહ્યું છે. નિષ્ણાતોના મતે, માર્કેટ હાલમાં ઓવરબોટ (Overbought) સ્થિતિમાં હોઈ શકે છે, જેના કારણે ટૂંકા ગાળાના રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. આગામી દિવસોમાં આર્થિક ડેટા અને વૈશ્વિક સંકેતો જ બજારની દિશા નક્કી કરશે.

આ પણ વાંચો : Delhi માં મોંઘવારીનો વધુ એક ઝટકો, CNG રૂ.80 ને પાર પહોંચતા વાહનચાલકોને મોટો ઝટકો

Tags :
Advertisement

.

×