Indian Stock Market Update : ગુરુવારે ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યું માર્કેટ, શું આ તેજી દિવસના અંત સુધી ટકશે?
- શેરબજારમાં તેજીનો ધબકાર: સેન્સેક્સ 74,900 ને પાર
- સપ્તાહના ચોથા દિવસે બજારમાં પોઝિટિવ ઓપનિંગ
- સેન્સેક્સ 338 પોઈન્ટ વધીને 74,947 ના લેવલે ખુલ્યો
- નિફ્ટીમાં પણ 117 પોઈન્ટનો ઉછાળો, 23,530 પર કારોબાર
- અદાણી પોર્ટ અને એનટીપીસી તેજીમાં અગ્રેસર
Indian Stock Market Update : ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરુવારે, 14 મેના રોજ શાનદાર શરૂઆત જોવા મળી છે. પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) અને એનએસઈ નિફ્ટી 50 (NSE Nifty 50) લીલા નિશાન પર ટ્રેડ કરતા ઓપન થયા હતા, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Indian Stock Market Update : બજારની તેજીના આંકડા
આજના કારોબારની શરૂઆતમાં બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ 338.14 પોઈન્ટ અથવા 0.45 ટકાની તેજી સાથે 74,947.12 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી 50 એ પણ પોઝિટિવ શરૂઆત કરી હતી અને 117.65 પોઈન્ટ અથવા 0.50 ટકા ઉછળીને 23,530.25 ના સ્તર પર ઓપન થયો હતો. સવારે 9:20 વાગ્યા સુધીમાં બજારની તેજી વધુ મજબૂત બની હતી અને સેન્સેક્સ 74,956 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
કયા શેરોમાં તેજી અને ક્યાં નરમાશ?
આજના બજારમાં ટોપ ગેનર્સ (Top Gainers) ની વાત કરીએ તો બીએસઈ બાસ્કેટમાંથી અદાણી પોર્ટ (Adani Ports), એનટીપીસી (NTPC), પાવરગ્રીડ (Powergrid) અને ભારતી એરટેલ (Bharti Airtel) ના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આઈટી સેક્ટરના શેરોમાં થોડો દબાવ જોવા મળ્યો હતો, જેમાં એચસીએલ ટેક (HCL Tech), ટીસીએસ (TCS), ટેક મહિન્દ્રા અને ટાઇટન ટોપ લૂઝર્સ (Top Losers) રહ્યા હતા.
ગઈકાલે તેજી થયુ હતુ બંધ
ગઈકાલે એટલે કે બુધવારે પણ બજાર નજીવી તેજી સાથે બંધ થયું હતું, પરંતુ આજે માર્કેટ સેન્ટિમેન્ટ ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. નિફ્ટી ઓટો અને આઈટી શેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનો માહોલ છે.
આ પણ વાંચો : Sugar Export Ban : દેશમાં ખાંડના ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય


