Indigo નું ટોચનું નેતૃત્વ બદલાયું, Rahul Bhatia ના હાથમાં સુકાન
- Indigo CEO Rahul Bhatia ને વચગાળાનું સુકાન સોંપાયું
- ઇન્ડિગો એરલાઇન્સ થોડા સમય પહેલા જ વિવાદમાં આવી હતી
- અચાનક ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા ભારે અફરા-તફરી સર્જાઇ હતી
- કંપનીના પૂર્વ સીઇઓ પીટર એલ્બર્સે અંગત કારણોસર રાજીનામું ધર્યું
Indigo CEO Rahul Bhatia : દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગો (Indigo - Airlines) તાજેતરમાં તેના ફ્લાઇટ સંકટને કારણે સમાચારમાં છે. આ પછી, ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) પીટર એલ્બર્સે (Indigo Ex CEO - Pieter Elbers) રાજીનામું આપ્યું છે. એરલાઇને જણાવ્યું હતું કે, તેમને મંગળવારે તાત્કાલિક અસરથી તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. થોડાક સમય પહેલા ગંભીર ઓપરેશનલ કટોકટીનો અનુભવ થયા બાદ એલ્બર્સનું આ મહત્વપૂર્ણ પગલું આવ્યું છે, અગાઉના કિસ્સાઓના કારણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેનેજમેન્ટના સ્તર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
આ પણ વાંચો --------- ભારતીય અર્થતંત્રમાં ખળભળાટ: ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે
Indigo CEO Rahul Bhatia, રાજીનામાનું કારણ શું હતું
ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લખેલા રાજીનામા પત્રમાં, એલ્બર્સે તેમના નિર્ણય માટે વ્યક્તિગત કારણો દર્શાવ્યા હતા. તેમના રાજીનામા પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે, "તાત્કાલિક અસરથી, હું ઇન્ડિગોના સીઈઓ પદેથી રાજીનામું આપી રહ્યો છું. હું વિનંતી કરું છું કે, નોટિસનો સમયગાળો માફ કરવામાં આવે." એલ્બર્સના નિર્ણયે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
Indigo CEO Rahul Bhatia, કંપનીએ રાજીનામાની નોંધ લીધી
10 માર્ચે જારી કરાયેલ એરલાઇનના એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું છે કે, "અમે તમને જણાવવા માંગીએ છીએ કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે 10 માર્ચ, 2026 ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સ દ્વારા આપવામાં આવેલા રાજીનામાની નોંધ લીધી હતી. 10 માર્ચ, 2026 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી તેમને કંપનીની સેવાઓમાંથી મુક્ત કરવામાં આવશે."
વર્ષ 2023 માં ચાર્જ સંભાળ્યો
વર્ષ 2023 માં આલ્બર્સે ઇન્ડિગોનો ચાર્જ સંભાળ્યો હતો. આ પછી, ગયા વર્ષે ભારતે એક મોટી ઉડ્ડયન કટોકટીનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેઓ દબાણમાં આવી ગયા હતા. આ કટોકટીના કારણે દેશભરમાં ફ્લાઇટમાં વિલંબ થયો અને ઇન્ડિગોની પ્રતિષ્ઠાને કલંક લાગી હતી. દરમિયાન, ગુડગાંવ સ્થિત એરલાઇન્સે તાજેતરમાં એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો કર્યો કે, 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન મધ્ય પૂર્વ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ જતી આશરે 500 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
વચગાળાની જવાબદારી અપાઇ
આ પડકારજનક સમયમાં કંપનીને સ્થિરતા પ્રદાન કરવા માટે ઇન્ડિગોના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટરને આ મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી છે. દક્ષિણ એશિયાઈ દેશની સૌથી મોટી પેસેન્જર એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે, પીટર એલ્બર્સની વિદાય પછી, રાહુલ ભાટિયા હવે વચગાળાના ધોરણે કંપનીના સંચાલનનો હવાલો સંભાળશે. એરલાઈને સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે જ્યાં સુધી નવા સીઈઓની નિમણૂક ન થાય અથવા વધુ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, રાહુલ ભાટિયા કંપનીના તમામ બાબતો અને કામગીરીનું નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો --------- મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, ઈરાને ભારતીય તેલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી


