Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સંકટમાંથી બહાર આવતી Indigo ના CEO નું મોટું નિવેદન, આ ત્રણ બાબતો પર કંપની ધ્યાન કેન્દ્રિત કરશે

ઇન્ડિગોના કારણે દેશભરના એરપોર્ટ પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, હવે સ્થિતી ધીરે ધીરે શાંત થવા તરફ જઇ રહી છે. આ તકે કંપનીના સીઇઓ પીટર આલ્બર્સનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પરિસ્થિતીનું આંકલન કરવા માટે નિષ્ણાંતની ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ કંપનીને સ્પર્શતા ત્રણ મહત્વના બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું છે.
સંકટમાંથી બહાર આવતી indigo ના ceo નું મોટું નિવેદન  આ ત્રણ બાબતો પર કંપની ધ્યાન કેન્દ્રિત કરશે
Advertisement
  • ઇન્ડિગોના કારણે સર્જાયેલી સ્થિતમાં દેશભરમાં ભારે અફરા-તફરી મચી જવા પામી હતી
  • હવે કંપની સંકટમાંથી ધીરે ધીરે બહાર આવી રહી છે
  • આજરોજ કંપનીના CEO નું મોટું નિવેદન સામે આવ્યું છે

Indigo CEO Pieter Elbers Statement : દેશના એરલાઇન ક્ષેત્રમાં સંકટનું કારણ બનનાર ઇન્ડિગોની સ્થિતી સુધરી રહી છે. દેશની સૌથી સસ્તી એરલાઇન, ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેમનું ધ્યાન હવે એરલાઇનને મજબૂત કરવા, અસરનું વિશ્લેષણ કરવા અને ફરી માર્કેટમાં મૂળિયા મજબૂત કરવા પર છે. આ મહિનાની શરૂઆતમાં, ઓપરેશનલ સમસ્યાઓના કારણે હજારો ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ પર લાખો મુસાફરોને મુશ્કેલીઓ અને અસુવિધા થઈ હતી. સીઇઓ એલ્બર્સે કર્મચારીઓને એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું કે, ઇન્ડિગોનું ધ્યાન હવે કામગીરી સ્થિર થયા પછી કંપનીના ફરી ઉભી કરવામાં આવી રહી છે.

2,200 ફ્લાઇટનું નેટવર્ક શરૂ કરાયું

તેમણે કહ્યું કે, કંપનીના બોર્ડે ચોક્કસ કારણનું વિશ્લેષણ કરવા માટે નિષ્ણાતની પણ નિમણૂક કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "9 ડિસેમ્બરે, મેં ઇન્ડિગોના સંચાલન સ્થિર થવા વિશે માહિતી શેર કરી હતી. તે પછી, આજે અમે 2,200 ફ્લાઇટ્સ સાથે અમારું નેટવર્ક પુનઃસ્થાપિત કર્યું છે." અમે હવે ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ: કંપનીને મજબૂત બનાવવી, મૂળ કારણોનું વિશ્લેષણ કરવું અને પુનરાગમન કરવું.

Advertisement

સમસ્યાઓને સમજવાનો પ્રયાસ

આલ્બર્સે કહ્યું કે, તેઓ કર્મચારીઓ સાથે મુલાકાત કરવા, અને વિક્ષેપો દરમિયાન તેઓએ સામનો કરેલા પડકારોને સમજવા માટે નેતૃત્વ ટીમ સાથે સ્થળોએ પ્રવાસ કરશે. આ તે કર્મચારીઓ છે, જેમણે મોટા વિક્ષેપ દરમિયાન જમીન પર કામ કર્યું હતું. સ્ટાફની અછત અને નવા પાઇલટ ડ્યુટી, અને આરામ નિયમો લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે ઇન્ડિગોએ 1 થી 9 ડિસેમ્બર વચ્ચે હજારો ફ્લાઇટ્સ રદ કરી હતી. આ નિયમો 1 નવેમ્બરના રોજ લાગુ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની એક સમિતિ ઇન્ડિગોમાં ઓપરેશનલ સમસ્યાઓની પણ તપાસ કરી રહી છે. વધુમાં, આ મહિનાની શરૂઆતમાં મોટા પાયે ફ્લાઇટ રદ થયા બાદ સરકારે ઇન્ડિગોના હાલના શિયાળાના સમયપત્રકમાં 10% ઘટાડો કર્યો છે.

Advertisement

આ પણ વાંચો ------ Twitter નામને લઇને કાનુની લડાઇ શરૂ, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×