GOLD RATE NEWS : ફરી વધી સોનાની માંગ, જાણો એક મહિનામાં સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
- ગુજરાત સહિત ભારતમાં સોનાની માંગમાં વધારો
- સોનાના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ આવ્યો ઘટાડો
- સતત ત્રણ અઠવાડિયાથી ભાવમાં આવી રહ્યો છે ઘટાડો
- શુક્રવારે સોનાનો ભાવ 97,700 રૂપિયા હતો
GOLD RATE AND DEMAND : ગયા સપ્તાહે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,00,555 ના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ ભાવમાં ઘટાડો થયો હતો અને શુક્રવારે તે રૂ. 97,700 પર બંધ થયો. પરંતુ, અમેરિકામાં નબળા રોજગારના આંકડાઓને કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના હાજર ભાવમાં સતત ત્રણ અઠવાડિયા સુધી ઘટાડો નોંધાયો હતો. આ ભાવ ઘટાડાને કારણે ભારત સહિત અન્ય એશિયન દેશોમાં સોનાની ખરીદીમાં રસ વધ્યો અને માંગમાં વધારો થયો.
ગ્રાહકોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો. લોકો ભાવ વિશે પૂછપરછ કરી રહ્યા હતા અને નાની-મોટી ખરીદી પણ કરી રહ્યા હતા. ભારતીય ડીલરોએ સત્તાવાર સ્થાનિક ભાવ પર પ્રતિ ઔંસ $7 સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું, જ્યારે અગાઉના સપ્તાહમાં તે $15 પ્રતિ ઔંસ હતું.
ભાવમાં ઘટાડો થતા માર્કેટમાં ખરીદી વધી
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા છતાં રૂપિયાની નબળાઈને કારણે ભાવ ઘટાડાની સંપૂર્ણ અસર ભારતીય બજારમાં દેખાઈ નહોતી. તેમ છતાં, ઝવેરીઓ પોતાનો સ્ટોક વધારવા માટે ઉત્સુક હતા. ચીનમાં પણ, ડીલરોએ સોનાના ભાવ પ્રતિ ઔંસ $4.2 ડિસ્કાઉન્ટથી $12 પ્રીમિયમની રેન્જમાં રાખ્યા હતા. ઇનપ્રોવ્ડના સોનાના વેપારી હ્યુગો પાસ્કલે જણાવ્યું કે, ભાવ ઘટવાનો લાભ ચીને પણ લીધો હોય તેવું લાગે છે.
આંતરરાષ્ટ્રીય લેવલ પર ગોલ્ડની ખરીદી
શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ પર 11 ટન સોનાનો વેપાર થયો, જે નવી ખરીદીની રુચિ દર્શાવે છે. હોંગકોંગમાં સોનું $1.50 ના પ્રીમિયમ પર અને સિંગાપોરમાં $1.40 ના પ્રીમિયમ પર વેચાયું હતું, જ્યારે જાપાનમાં તે $0.60 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતું. જાપાનના એક વેપારીએ રોઇટર્સને જણાવ્યું કે, ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, ખરીદીની માંગ ઘણી વધારે હતી. નીચા વ્યાજ દરો અને અમેરિકા સાથેના વેપાર કરારના કારણે પણ લોકો સોનાને એક સંપત્તિ તરીકે ખરીદી રહ્યા હતા.
આ પણ વાંચો : Post Office ની આ બચત યોજનામાં ફક્ત 400 રૂપિયા બચાવીને 70 લાખ રુપિયા જેટલી રકમ મેળવી શકશો