Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Silver Price Hike : 2025ના ખરીદદારો માટે 2026માં 'ચાંદી જ ચાંદી'! જાણો કેટલો થયો ભાવ

Gold-Silver Price Hike : ભારતીય અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં અત્યાર સુધીની સૌથી મોટી તેજી જોવા મળી રહી છે. રોકાણકારો માટે સુરક્ષિત ગણાતી આ મિલકતોના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને ચાંદીએ ઈતિહાસ રચતા ભારતીય વાયદા બજાર (MCX) માં ₹3,00,000 પ્રતિ કિલોગ્રામની સપાટી વટાવી દીધી છે.
silver price hike   2025ના ખરીદદારો માટે 2026માં  ચાંદી જ ચાંદી   જાણો કેટલો થયો ભાવ
Advertisement
  • Gold-Silver Price Hike
  • સોના ચાંદીના ભાવમાં અવિરત તેજી યથાવત
  • ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી
  • ચાંદી પ્રતિ કિલોનો ભાવ 3 લાખને પાર પહોંચ્યો
  • સોનું આજનો ભાવ 1 લાખ 43 હજાર
  • ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ

Gold-Silver Price Hike : ભારતીય અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં અત્યાર સુધીની સૌથી મોટી તેજી જોવા મળી રહી છે. રોકાણકારો માટે સુરક્ષિત ગણાતી આ મિલકતોના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને ચાંદીએ ઈતિહાસ રચતા ભારતીય વાયદા બજાર (MCX) માં ₹3,00,000 પ્રતિ કિલોગ્રામની સપાટી વટાવી દીધી છે. આ સાથે જ સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સામાન્ય જનતા અને રોકાણકારો બંને માટે ચર્ચાનો વિષય બન્યો છે.

સોના-ચાંદીના આજના રેકોર્ડબ્રેક આંકડા

ભારતીય બજારમાં આજે ચાંદીના માર્ચ વાયદામાં અંદાજે ₹13,550 અથવા 5% નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે ભાવ ₹3,01,315 ની ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે. બીજી તરફ, સોનાના ફેબ્રુઆરી વાયદામાં ₹3,000 થી વધુનો ઉછાળો આવતા તે ₹1,45,500 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પોટ ગોલ્ડ 1.6% વધીને $4,668.76 પ્રતિ ઔંસ અને ચાંદી $93.02 પર પહોંચી ગઈ છે.

Advertisement

Advertisement

Silver ની તેજી પાછળનું મુખ્ય કારણ

કિંમતી ધાતુઓમાં આવેલી આ ભીષણ તેજી પાછળનું મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tension) છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર ટેરિફ લાદવાની ધમકીએ વૈશ્વિક બજારમાં ફાળકો પાડી દીધો છે. સંભવિત 'ટ્રેડ વોર' અથવા વેપાર યુદ્ધની આશંકાને પગલે રોકાણકારો જોખમી સંપત્તિઓ છોડીને સોના અને ચાંદી જેવા સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ વળ્યા છે.

નિષ્ણાતોનું મંતવ્ય

બજારના નિષ્ણાતો માને છે કે આ તેજી હજુ અટકવાની નથી. નિષ્ણાતો જણાવે છે કે ચાંદીમાં હાલમાં ભલે થોડું કરેક્શન આવ્યું હોય, પણ વલણ મજબૂત છે. જો ચાંદી ₹2,95,000 થી ઉપર ટકે છે, તો ટૂંક સમયમાં તે ₹3,05,000 થી ₹3,20,000 સુધી પહોંચી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $93 ના સ્તરને વટાવી ચુકી છે. જો તે આ સ્તર પર જળવાઈ રહેશે તો ટૂંક સમયમાં તે $95 અને ત્યારબાદ $100 પ્રતિ ઔંસ ની સપાટીને પણ સ્પર્શી શકે છે.

જાણો ઉછાળા પાછળના મુખ્ય કારણો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં કિંમતી ધાતુઓના બજારમાં ચાંદીએ સોના કરતા પણ વધુ આકર્ષક વળતર આપીને સૌને ચોંકાવી દીધા છે, જેમાં ઓક્ટોબર માસ સુધીમાં જ કિંમતોમાં અંદાજે 150% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે. સૂત્રોની માનીએ તો, ચાંદીની આ ચમક પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે સર્જાયેલી સપ્લાયની ભારે અછત છે; ખાસ કરીને યુએસ વેરહાઉસમાં સ્ટોક ઘટવાને કારણે પુરવઠા સાંકળ ખોરવાઈ છે જે ભાવને ઉપર તરફ ધકેલી રહી છે. આ ઉપરાંત, સોનાની સરખામણીએ ચાંદીના ઔદ્યોગિક ઉપયોગો અનેકગણા વધારે છે, કારણ કે તે ગરમી અને વીજળીની ઉત્તમ વાહક હોવાથી સોલાર એનર્જી, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, યુએસ સેક્શન 232 હેઠળ ચાંદી પર સંભવિત ટેરિફ લાદવાની ભીતિએ રોકાણકારોમાં ફાળકો પેદા કર્યો છે, જેના પરિણામે મોટા પાયે સંગ્રહખોરી વધતા બજારમાં ચાંદીની કિંમતો ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :  EPFO UPI Withdrawal : નોકરિયાતો માટે જલસો, હવે ATM ની જેમ UPI થી ઉપાડો PF

Tags :
Advertisement

.

×