Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-Israel War : અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં જ 10 હજાર કરોડથી વધુ રુપિયાનો થયો ઘટાડો

Iran-Israel War ની હાનિકારક અસરો ભારતના ધનાઢ્ય ગૌતમ અદાણી (Gautam Adani) ને પણ થઈ રહી છે. આ યુદ્ધને લીધે અદાણીની સંપત્તિમાં 10 હજાર કરોડથી વધુ રુપિયાનો ઘટાડો થયો છે. વાંચો વિગતવાર.
iran israel war   અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં જ 10 હજાર કરોડથી વધુ રુપિયાનો થયો ઘટાડો
Advertisement
  • બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીની નેટવર્થમાં થયો ભયંકર ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં કુલ 10 હજાર કરોડ રુપિયાથી વધુનો ઘટાડો થયો
  • માત્ર 10 દિવસમાં અદાણી પોર્ટના શેરની કિંમતમાં 10 ટકા ઘટાડો નોંધાયો

Iran-Israel War : ભારતના ધનાઢ્ય ગૌતમ અદાણીને Iran-Israel War ના લીધે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ભયંકર યુદ્ધની ભયંકર અસર ગૌતમ અદાણીની સંપત્તિ પર થઈ છે. અદાણીની કુલ નેટવર્થમાં આ યુદ્ધને કારણે 10 હજાર કરોડથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ગત અઠવાડિયે ઈરાને ઈઝરાયલના દરિયા કિનારે વસેલા શહેર હાઈફા પર કરેલ હુમલો છે. સૌ કોઈ જાણે છે કે હાઈફાના પોર્ટમાં અદાણીએ અધધધ રોકાણ કરેલ છે. આ રોકાણને પરિણામે Iran-Israel War દરમિયાન ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હાઈફા પોર્ટનો 70 ટકા હિસ્સો અદાણી પાસે

ઈઝરાયલના દરિયા કિનારે વસેલા શહેર હાઈફા (Haifa) માં આવેલ પોર્ટનો 70 ટકા હિસ્સો ગૌતમ અદાણી પાસે છે. અદાણીની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APEZ) દ્વારા વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં આ સોદો કરવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયલના ગેડોટ ગ્રુપ સાથે મળીને ગૌતમ અદાણીએ આ સોદો કુલ $1.18 બિલિયનમાં પાર પાડ્યો હતો. હવે હાઈફા પોર્ટ (Haifa Port) ને નુકસાન થવાના ડરને કારણે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APEZ) ના શેરની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાઈફા શહેર પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા બાદ અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Advertisement

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : આ દુર્ઘટનાનો અંદાજિત 4000 કરોડનો ઈન્શ્યોરન્સ ક્લેમ બની રહેશે ઐતિહાસિક

Advertisement

શેર કિંમતમાં ઘટાડાનું એનાલિસીસ

ગૌતમ અદાણી 79.2 બિલિયન ડોલર્સની કુલ નેટવર્થ સાથે વિશ્વના 20મા સૌથી ધનિક વ્યક્તિ ગણાય છે. જો કે ઈઝરાયલના હાઈફા પોર્ટ (Haifa Port) માં ઈરાને હુમલો કરી દેતા ગૌતમ અદાણી (Gautam Adani) ની સંપત્તિ પર અસર થઈ છે. હાઈફા પોર્ટમાં અદાણીની કંપની 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. હવે અદાણી પોર્ટના શેરની કિંમત આ હુમલા બાદ સતત ઘટી રહી છે. 10 જૂને અદાણી પોર્ટનો શેર રૂ. 1473.80 પર બંધ થયો હતો. ત્યારથી આ શેરની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગતરોજ 20મી જૂન શુક્રવારે આ શેર 1336.80 રૂપિયા પર ખુલ્યો હતો. દિવસભરના ટ્રેડિંગ દરમિયાન આ શેરની કિંમત ઘટીને 1334.80 રુપિયા થઈ ગઈ હતી. આમ 10 જૂનથી ગઈકાલ 20 જૂન સુધી એટલે કે માત્ર 10 દિવસમાં આ શેરની કિંમતમાં અંદાજિત 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ શેરમાં ઘટાડાને કારણે અદાણીની નેટવર્થમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થમાં 1.19 બિલિયન ડોલર (લગભગ 10,310 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ  દેશભરના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટથી FASTag સંબંધિત નિયમોમાં થશે ફેરફાર

Tags :
Advertisement

.

×