Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Israel-Iran War : Dubai જવું મોંઘુ બન્યું, Europe Tour તો બજેટની બહાર !

Israel-Iran War ની હવાઇ મુસાફરી પર મોટી અસર પડી હોવાનું સામે આવ્યું છે, યુદ્ધ દરમિયાન રદ કરાયેલી કુલ ફ્લાઇટ્સમાંથી, 50% થી 65% ફક્ત દુબઈના રૂટ પરની છે. દિલ્હી-ફ્રેન્કફર્ટ જેવા વ્યસ્ત રૂટ પર, ઇકોનોમી ક્લાસની ટિકિટ રૂ. 1.5 લાખથી વધુ પહોંચી ગઈ છે, અને કેટલીક જગ્યાએઓ પૈસા ખર્ચવા છતાં પણ સીટ ઉપલબ્ધ નથી, જેને લઇને લોકોના બજેટ ખોરવાયા છે.
israel iran war   dubai જવું મોંઘુ બન્યું  europe tour તો બજેટની બહાર
Advertisement
  • Israel-Iran War ની હવાઇ મુસાફરી પર મોટી અસર પડી
  • દુબઇના ભાડામાં ડહોળો વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું
  • યુદ્ધના કારણે વૈકલ્પિક રૂટ પર ભારણ વધ્યું છે

Israel-Iran War : યુદ્ધના તણાવની ગરમી હવે હવાઇ મુસાફરીમાં પણ અનુભવાઈ રહી છે, વિતેલા સમયમાં વિમાન ભાડામાં ભારે વધારો થયો છે, બીજી તરફ મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે મુસાફરોની ચિંતા વધી છે. છેલ્લા અઠવાડિયામાં જાહેર થયેલા આંકડા ભારે ચોંકાવનારા છે. દુબઈના ફ્લાઇટ ભાડા 60 % થી 80% સુધી વધી ગયા છે, જ્યારે જર્મની અને પોર્ટુગલ જેવા યુરોપિયન સ્થળોની ટિકિટ 40% મોંઘી થઈ ગઈ છે.

આ પણ વાંચો -------- Petrol Diesel Price India : પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? સરકારે તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

Advertisement

Israel-Iran War, વૈકલ્પિક રૂટ પર ઉડાન ભરવાની ફરજ પડી

આ ફક્ત પુરવઠા અને માંગનો ખેલ નથી, તેના મૂળ કારણો વધુ ગંભીર છે. યુદ્ધની સ્થિતિમાં, ઘણા દેશોએ સુરક્ષા જોખમોને કારણે તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે. એરલાઇન્સને લાંબા અને વૈકલ્પિક રૂટ પર ઉડાન ભરવાની ફરજ પડી છે, જેના કારણે ઇંધણનો વપરાશ વધી રહ્યો છે. દરમિયાન, યુદ્ધથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉડતા વિમાનો માટે જોખમનું કવરેજ અથવા વીમા પ્રિમીયમ આસમાને પહોંચી ગયું છે.

Advertisement

Israel-Iran War, પૈસા ખર્ચવા છતાં પણ સીટ ઉપલબ્ધ નથી

યુદ્ધ દરમિયાન રદ કરાયેલી કુલ ફ્લાઇટ્સમાંથી, 50% થી 65% ફક્ત દુબઈના રૂટ પરની છે. દિલ્હી-ફ્રેન્કફર્ટ જેવા વ્યસ્ત રૂટ પર, ઇકોનોમી ક્લાસની ટિકિટ રૂ. 1.5 લાખથી વધુ પહોંચી ગઈ છે, અને કેટલીક જગ્યાએઓ પૈસા ખર્ચવા છતાં પણ સીટ ઉપલબ્ધ નથી.

નવી કંપનીઓ માર્કેટમાં આવી

આ અંધાધૂંધી વચ્ચે, ટ્રાવેલ કંપનીઓ હવે સેવાઓ ફરીથી રૂટિંનમાં લાવવાનો પ્રયત્ન શરૂ કરી રહી છે. કેટલીક કંપનીઓ મુસાફરોને 2-4 કલાકની અંદર નવા પ્રવાસના આયોજન કરવામાં મદદ કરી રહી છે, અને રિફંડપાત્ર હોટેલ રહેવાની વ્યવસ્થા અને વધારાનો મુસાફરી વીમો પણ ઓફર કરી રહી છે.

15 દિવસ સુધી રાહ જોવાની આદત નાંખો

જો તમે મુસાફરી પર બચત કરવા માંગતા હોવ, જો સીધી ફ્લાઇટ્સ હાલમાં ખૂબ મોંઘી હોય તો વૈકલ્પિક શહેરો સાથે કનેક્ટિંગ ફ્લાઇટ્સ, અથવા રૂટનો વિચાર કરો. ઇમરજન્સી બુકિંગ ટાળો. જો શક્ય હોય તો, રાહ જોવાનો સમયગાળો આગામી 15 દિવસ સુધી લંબાવો, કારણ કે, વર્તમાન બુકિંગ પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આવા સમયે યુદ્ધ/અશાંતિને આવરી લેતો વીમો ખરીદવો મહત્વપૂર્ણ છે, જેથી જો તમારી ફ્લાઇટ રદ થાય તો તમે પૈસા ગુમાવશો નહીં.

વેકેશનમાં યુરોપ જવું મુશ્કેલ

મધ્ય પૂર્વમાં જે થઈ રહ્યું છે તે તમારા આગામી વેકેશન આયોજન પર સીધી અસર કરી રહ્યું છે. આકાશમાં પણ, સલામતી અને બજેટનું સંતુલન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. ખાનગી કંપનીઓનું માનીએ તો વેકેશનમાં યુરોપના પ્રવાસનું પ્લાનીંગ કરવાનું વિચારી રહેલા લોકો માટે ટિકિટ સહિતના ખર્ચનો આંકડો બજેટની બહાર નીકળી રહ્યો છે.

આ પણ વાંચો ------- Hurun Global Rich List : અબજોપતિની સંખ્યામાં ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

Tags :
Advertisement

.

×