Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે તે માટે RIL નો સરાહનીય પ્રયાસ

વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તિ સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ-રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથી LPG નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા, LPG ના ઉત્પાદનમાં વધારો કરવા 24 કલાક કામ કરી રહી છે, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.
jamnagar   સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે તે માટે ril નો સરાહનીય પ્રયાસ
Advertisement
  1. વૈશ્વિક ઊર્જા બજરોમાં અસ્થિરતા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મહત્ત્વપૂર્ણ નિર્ણય (RIL)
  2. સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં LPG ઉત્પાદન (LPG Gas) વધારવા માટે સક્રિય પગલાં લેવાયા
  3. વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ-રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથી  ઉત્પાદન વધારવા નિર્ણય
  4. વૈશ્વિક કટોકટીની સ્થિતિ સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે તે માટેના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રયાસ

Jamnagar :  વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તિ સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ-રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથી એલ.પી.જી.નું (LPG) ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.

આ પણ વાંચો - હવે હવાઈ મુસાફરી થશે મોંઘી! Air India એ ફ્લાઈટ ટિકિટના ભાવમાં કર્યો તોતિંગ વધારો

Advertisement

હંમેશની જેમ રાષ્ટ્રની જરૂરિયાતના સમયે RIL મજબૂતીથી તેની સાથે ઊભું રહેશે

એ સાથે જ રાષ્ટ્રીય ઊર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપ કે.જી. ડી-6 બેઝિનમાંથી (KG D-6 basin) ઉત્પાદિત કુદરતી ગેસને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોનાં જરૂરી પુરવઠાને પહોંચી વળવા માટે આપવામાં આવશે. રિલાયન્સ (Reliance Industries Ltd) માટે ભારતની ઊર્જા સુરક્ષા અને કરોડો ભારતીય પરિવારોનું કલ્યાણ હંમેશા સર્વોપરી રહ્યું છે. અમે ભારત સરકાર સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ તથા ફાળવણીની પ્રાથમિકતાઓનું સંપૂર્ણપણે પાલન કરીશું, જેથી ઊર્જા પુરવઠો (Energy Supply) સૌથી વધારે જરૂરિયાત ધરાવતા ક્ષેત્રો અને સમૂદાયો સુધી પહોંચે. હંમેશની જેમ રાષ્ટ્રની જરૂરિયાતના સમયે રિલાયન્સ (RIL) મજબૂતીથી તેની સાથે ઊભું રહેશે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં અમે ભારતની ઊર્જા સુરક્ષાને (Energy Security) સહાયરૂપ બનવા અને દેશ માટે આવશ્યક ઈંધણનો વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Advertisement

આ પણ વાંચો - Trump Reliance Deal : ટ્રમ્પે કરી મોટી જાહેરાત, અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી,રિલાયન્સ સાથે કરી મોટી ડિલ!

Tags :
Advertisement

.

×