TRAI રિપોર્ટ: ગુજરાત ટેલિકોમ સર્કલમાં રિલાયન્સ જિયોનું એકહથ્થુ વર્ચસ્વ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા 28 સપ્ટેમ્બર 2026 ના રોજ જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ ક્રમાંક 125/2026 મુજબ ગુજરાતના ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે રિલાયન્સ જિયો મોખરે ઊભરી આવ્યું છે. રાજ્યના સમગ્ર વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે, જે દર્શાવે છે કે રાજ્યનો લગભગ દરેક બીજો મોબાઇલ વપરાશકર્તા જિયો નેટવર્ક સાથે જોડાયેલો છે.
ઑગસ્ટ 2026 દરમિયાન કંપનીએ 2.11 લાખ નવા વાયરલેસ ગ્રાહકો ઉમેરીને નેટ એડિશનની દ્રષ્ટિએ પણ તમામ હરીફ કંપનીઓને પાછળ છોડી દીધી છે. ગુજરાત સર્કલમાં મજબૂત નેટવર્ક કવરેજ, 5G કનેક્ટિવિટી અને સ્પર્ધાત્મક પ્લાન્સ આ વૃદ્ધિ પાછળના મુખ્ય પરિબળો ગણવામાં આવી રહ્યા છે.
jio gujarat wireline wireless subscriber trai report: વાયરલેસ ગ્રાહકો 3.41 કરોડ અને VLR રેશિયો
TRAI ની ગણતરી પદ્ધતિમાં વિઝિટર લોકેશન રજિસ્ટર (VLR) એ સક્રિય ગ્રાહકોની વાસ્તવિક સંખ્યા માપવાનો આધારભૂત માપદંડ ગણાય છે. ઑગસ્ટ 2026 માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે દર્શાવે છે કે રાજ્યમાં કંપનીના સક્રિય મોબાઇલ ગ્રાહકોની સંખ્યા આશરે 3.45 કરોડ જેટલી વિશાળ છે.
મોબાઇલ સબસ્ક્રિપ્શનની મુખ્ય આંકડાકીય હાઇલાઇટ્સ:
કુલ વાયરલેસ ગ્રાહકો: 3.41 કરોડ (ઑગસ્ટ 2026 ના અંત સુધીમાં)
બજાર હિસ્સો: 46.18 ટકા વાયરલેસ માર્કેટ શેર
માસિક નેટ એડિશન: 2.11 લાખ નવા વાયરલેસ કનેક્શન
VLR એક્ટિવ યુઝર્સ: 101.35 ટકા રેશિયો (આશરે 3.45 કરોડ સક્રિય યુઝર્સ)
TRAI ના નિયમો અનુસાર, 100 ટકાથી વધુનો VLR રેશિયો માન્ય છે, કારણ કે તેમાં અન્ય રાજ્યો કે સર્કલ્સમાંથી ગુજરાતમાં આવતા ઇનબાઉન્ડ રોમર્સ ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો દર્શાવે છે કે રોમિંગ દરમિયાન પણ પ્રવાસીઓ જિયો નેટવર્ક પર નિર્ભર રહે છે.
વાયરલાઇન અને બ્રોડબેન્ડ ક્ષેત્રે 49.8% બજાર હિસ્સો: નવા કનેક્શન્સમાં પણ નંબર-1
મોબાઇલ ઉપરાંત ઘર અને ઓફિસોના લેન્ડલાઇન તેમજ ફાઇબર બ્રોડબેન્ડ (વાયરલાઇન) માર્કેટમાં પણ રિલાયન્સ જિયોનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. ઑગસ્ટ 2026 ના અંતે રાજ્યમાં જિયોનો વાયરલાઇન ગ્રાહક આધાર વધીને 9.43 લાખ થયો છે.
ગુજરાતના વાયરલાઇન માર્કેટમાં કંપનીનો કુલ હિસ્સો 49.81 ટકા નોંધાયો છે, જે દર્શાવે છે કે અડધા માર્કેટમાં માત્ર જિયો ફાઇબરનું સામ્રાજ્ય છે. માત્ર એક જ મહિનામાં કંપનીએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેરીને આ સેગમેન્ટમાં પણ સમગ્ર સર્કલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
5G FWA અને ફિક્સ્ડ બ્રોડબેન્ડનું વિસ્તરણ: ડિજિટલ ગુજરાત પર સકારાત્મક અસર
વાયરલેસ ટેકનોલોજી દ્વારા હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડતા ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) સેગમેન્ટમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે. ઑગસ્ટ 2026 દરમિયાન જિયોએ ગુજરાતમાં 5G FWA હેઠળ 6,054 નવા ગ્રાહકો ઉમેર્યા હતા, જેના કારણે તેનો કુલ ગ્રાહક આધાર 4.87 લાખ પર પહોંચ્યો છે.
તેવી જ રીતે, UBR FWA ક્ષેત્રમાં 16,540 નવા જોડાણો ઉમેરાતાં આ કેટેગરીમાં કુલ વપરાશકર્તાઓ 3.67 લાખ થયા છે. આ ડિજિટલ વિસ્તરણથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ અને વર્ક-ફ્રોમ-હોમ કરતા વ્યાવસાયિકોને સીમલેસ કનેક્ટિવિટીનો લાભ મળી રહ્યો છે, જે રાજ્યના ડિજિટલ અર્થતંત્રને નવી ગતિ આપી રહ્યો છે.
આ પણ વાંચો : ટ્રમ્પની મોટી જાહેરાત, અમેરિકામાં બનશે વિશ્વનું સૌથી મોટું સ્ટીલ કોમ્પ્લેક્સ, Essar Group કરોડોનું મસમોટું રોકાણ કરશે !