Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Key-Board બનાવતી કંપનીની મોબાઇલ ફોન માર્કેટમાં એન્ટ્રી, દિગ્ગજોની ચિંતા વધશે

Communicator અદ્ભુત સુવિધાઓ આપે કરે છે, જે તમને Apple, Samsung અથવા અન્ય ચીની કંપનીઓના ફોનમાં નહીં મળે. Communicator માં ફોનની બાજુમાં સિગ્નલ લાઇટ સુવિધા આપવામાં આવી છે. સાઇડ બટનમાં લાઇટિંગનો વિકલ્પ છે, જેને યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકે છે. આ લાઇટિંગ યુઝર્સને મેસેજ કે ઇ-મેઇલ ક્યારે મોકલવો તે જાણવામાં મદદ કરશે.
key board બનાવતી કંપનીની મોબાઇલ ફોન માર્કેટમાં એન્ટ્રી  દિગ્ગજોની ચિંતા વધશે
Advertisement
  • માર્કેટમાં કામ સિવાયની એપ ના હોય તેવો પ્રથમ ફોન લોન્ચ
  • કોમ્યુનિકેટરમાં સોશિયલ મીડિયાની એપ્લીકેશનને પહેલાથી જ દૂર રખાઇ
  • સ્માર્ટ ફોન માર્કેટમાં યુઝર્સને ખપ પુરતી જ સુવિધા આપતો ફોન

Click Technology Launch Communicator Phone : ફિઝિકલ કીબોર્ડ બનાવતી કંપની Clicks Technology એ બ્લેકબેરી જેવો દેખાતો Communicator ફોન લોન્ચ કર્યો છે. આ ફોન જૂની ડિઝાઇન અને આધુનિક ફિચર્સ બંનેનું મિશ્રણ છે. તેમાં મોટી ટચસ્ક્રીન સાથે ફિઝિકલ કીબોર્ડ પણ આપવામાં આવનાર છે. યુઝર્સ તેનો ઉપયોગ પ્રાઇમરી ડિવાઇઝ તરીકે નહીં પણ સેકન્ડરી ડિવાઇઝ તરીકે કરી શકે છે, તેવું જાણકારોનું માનવું છે.

 

View this post on Instagram

 

A post shared by Clicks (@clickskeys)

એક પણ સોશિયલ મીડિયા એપ નહીં

આ ફોનમાં ફક્ત કામની જ એપ્લિકેશનો આપવામાં આવી છે. તેની કિંમત 499 અમેરિકન ડોલર (આશરે 41,000 રૂપિયા) છે. કંપનીએ તેને સેકન્ડરી ડિવાઇસ ફોન તરીકે સ્થાન આપ્યું છે, એટલે કે તે બે ફોન વાપરનારાઓની જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગેમિંગ જેવી એડિક્શન ધરાવતી સોશિયલ મીડિયા એપ્લિકેશનો યુઝર્સને નહીં મળે.

Advertisement

સરળતા માટે ફિઝિકલ કી-બોર્ડ આપવામાં આવ્યું

કંપનીએ આ ફોનમાં ફક્ત Gmail, WhatsApp, Telegram અને Slack જેવી એપ્લિકેશનોનો સમાવેશ કર્યો છે. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેઓ કામ માટે જ તેમના ફોનનો ઉપયોગ કરે છે. તેમાં ફિઝિકલ કીબોર્ડ પણ છે, જેનાથી ટાઇપિંગ સરળ બને છે.

Advertisement

ખાસ સુવિધાઓની યાદી

Communicator અદ્ભુત સુવિધાઓ આપે કરે છે, જે તમને Apple, Samsung અથવા અન્ય ચીની કંપનીઓના ફોનમાં નહીં મળે. Communicator માં ફોનની બાજુમાં સિગ્નલ લાઇટ સુવિધા આપવામાં આવી છે. સાઇડ બટનમાં લાઇટિંગનો વિકલ્પ છે, જેને યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકે છે. આ લાઇટિંગ યુઝર્સને મેસેજ કે ઇ-મેઇલ ક્યારે મોકલવો તે જાણવામાં મદદ કરશે.

એન્ડ્રોઇડ 16 સિસ્ટમ પર ચાલશે ફોન

કીબોર્ડ ઉપરાંત, કોમ્યુનિકેટર ફોનમાં 3.5mm હેડફોન જેક અને ફિઝિકલ સિમ ટ્રે સહિત ઘણી જૂની ટેકનોલોજી પણ છે. Communicator માં 256GB સુધી સ્ટોરેજ આપવામાં આવે છે, જેને 2TB સુધી વધારી શકાય છે. તેમાં એરપ્લેન મોડ માટે ફિઝિકલ સ્વિચ પણ છે. કંપનીએ આ ફોનમાં 4,000mAh બેટરી આપી છે. તે એન્ડ્રોઇડ 16 સિસ્ટમ પર ચાલે છે, અને તેમાં 50MP કેમેરા છે.

આ પણ વાંચો -------  Indian Currency: ફરી આવશે નોટબંધી જેવી સ્થિતિ? સરકાર હવે 500ની ચલણી નોટ બંધ કરશે?

Tags :
Advertisement

.

×