Lenskart Controversy : બિંદી-તિલકની મનાઇ, હિજાબને મંજૂરી આપતા લોકોમાં રોષ
- Lenskart Controversy, ને પગલે કંપનીની આબરૂનું ધોવાણ
- બિંદી-તિલકને ના અને હિજાબને હા કહેતા વિવાદ વકર્યો
- આખરે કંપનીના સીઇઓએ સ્પષ્ટતા કરવતા માફી માંગી લીધી
Lenskart Controversy : લેન્સકાર્ટ તેના ઓફિસ ડ્રેસ કોડ (Lenskart - Office Dress Code Controversy) અંગે મોટા વિવાદમાં ફસાઈ ગયું છે. તાજેતરમાં એક કથિત નીતિ લગત દસ્તાવેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં દાવો કર્યો હતો કે, ઓફીસમાં બિંદી અને તિલક પર પ્રતિબંધ છે, જ્યારે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી સોશિયલ મીડિયામાં ટીકા થઈ હતી, અને પ્રશ્નો ઉભા થયા હતા, જો કે, વિવાદ વધતા કંપનીએ જવાબ આપવો પડ્યો હતો. હવે કંપનીના સીઈઓ, પિયુષ બંસલે આગળ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરવી પડી છે.
Lenskart Controversy, જાહેરમાં માફી માંગી
પિયુષ બંસલે (Lenskart CEO - Piyush Bansal) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વાયરલ દસ્તાવેજ જૂનો અને ખોટો હતો, અને તે કંપનીની વર્તમાન નીતિને પ્રતિબિંબિત કરતો નથી. તેમણે જણાવ્યું હતું કે, લેન્સકાર્ટ કોઈપણ ધાર્મિક પ્રતીકો, જેમ કે, બિંદી અથવા તિલક પર પ્રતિબંધ મૂકતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કંપની સમયાંતરે તેની માર્ગદર્શિકા અપડેટ કરે છે. તેમણે જાહેરમાં માફી માંગી હતી, અને આ ગેરસમજને કારણે થયેલી ચિંતા અને મૂંઝવણ માટે લોકોને ખાતરી આપી હતી.
Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.
I want to speak directly that this document does not reflect our present guidelines.
Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…
— Peyush Bansal (@peyushbansal) April 15, 2026
આ પણ વાંચો ---------- Ration ATM માં ફીંગર પ્રિન્ટથી મળશે કરિયાણું, લાંબી કતારોની ઝંઝટમાંથી મુક્તિ
Lenskart Controversy, આકરી ટીકા થઇ
વાયરલ દસ્તાવેજમાં જણાવાયું હતું કે બિંદી અને ચોક્કસ ધાર્મિક વસ્તુઓને મંજૂરી નથી, જ્યારે હિજાબને મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં, સિંદૂર, પવિત્ર દોરો અને અન્ય ધાર્મિક પ્રતીકો પહેરવા પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આનાથી ટીકા થઈ અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. ઘણા ઇન્ટરનેટ યુઝર્સે કંપનીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા, અને સ્પષ્ટ જવાબની માંગ કરી, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો.
નીતિઓની સમીક્ષા કરાશે
પિયુષ બંસલે જણાવ્યું કે, કંપની તેના તમામ કર્મચારીઓની સંસ્કૃતિ અને માન્યતાઓનો આદર કરે છે, અને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. તેમણે સમજાવ્યું કે, દેશભરમાં હજારો કર્મચારીઓ પોતાની ઓળખ સાથે કામ કરે છે, અને આ કંપનીની સાચી તાકાત છે. લેન્સકાર્ટે એમ પણ જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ફરી ન બને તે માટે તેની નીતિઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે, અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લેશે.
આ પણ વાંચો ---------- Gold Silver Price : કિંમતી ધાતુની ચમક વધી, સોના-ચાંદીના ભાવમાં વધારો


