Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LIC એ ગૌતમ અદાણીની આ કંપનીમાં 5000 કરોડનું કર્યુ રોકાણ

LICએ અદાણીમાં 5 હજાર કરોડ કર્યું રોકાણ ગૌતમ અદાણીની કંપની પર મોટો દાવ લગાવ્યો જૂની લોન ચૂકવવા માટે પૈસાનો કરાશે ઉપયોગ LIC invests: દેશની સૌથી મોટી વીમા કંપની LICએ હવે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ( Adani Group)પર...
lic એ ગૌતમ અદાણીની આ કંપનીમાં 5000 કરોડનું કર્યુ રોકાણ
Advertisement
  • LICએ અદાણીમાં 5 હજાર કરોડ કર્યું રોકાણ
  • ગૌતમ અદાણીની કંપની પર મોટો દાવ લગાવ્યો
  • જૂની લોન ચૂકવવા માટે પૈસાનો કરાશે ઉપયોગ

LIC invests: દેશની સૌથી મોટી વીમા કંપની LICએ હવે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ( Adani Group)પર મોટો દાવ લગાવ્યો છે. LICએ અદાણી પોર્ટ્સના 5 હજાર કરોડના સંપૂર્ણ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઈશ્યૂ ખરીદી લીધા છે. LICએ અદાણી પોર્ટ્સને 5 હજાર કરોડની (Adanipor)લોન આપી છે. તમને જણાવી દઈએ કે, અદાણી પોર્ટ્સ (Adani Ports)દેશનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે.

જૂની લોન ચૂકવવા માટે પૈસાનો કરાશે ઉપયોગ

કંપની આ પૈસાનો ઉપયોગ તેની જૂની લોન ચૂકવવા અને તેના વ્યવસાયને વધારવા માટે કરવામાં આવશે. કંપની તેની જૂની લોનને ઓછા વ્યાજ દરની લોનથી બદલવા માગે છે. આને કારણે, કંપનીને ફાયદો થશે કારણ કે તેને ઓછું વ્યાજ ચૂકવવું પડશે. આ 15 વર્ષનો બોન્ડ છે. જેના પર કુલ 7.75 ટકા વ્યાજ મળશે. આ તાજેતરના સમયમાં અદાણી ગ્રુપ દ્વારા જાહેર કરાયેલા સૌથી લાંબા ગાળાના બોન્ડમાંનો એક છે.

Advertisement

આ પણ  વાંચો -India GDP Growth: અનુમાન કરતા શાનદાર આંકડા,ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો

Advertisement

LIC પાસે હાલમાં અદાણી પોર્ટ્સમાં 8.06 ટકા હિસ્સો

આનો અર્થ એ થયો કે અદાણી પોર્ટ્સે 15 વર્ષ પછી આ પૈસા LICને પરત કરવા પડશે અને LICને તેના પર 7.75 ટકા વ્યાજ મળશે. LIC પાસે હાલમાં અદાણી પોર્ટ્સમાં 8.06 ટકા હિસ્સો છે. ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ લોન ચુકવણીનો સમયગાળો લંબાવવા અને ઓછા વ્યાજ દરે લોન લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે વ્યૂહાત્મક લોન લેવાને કારણે નાણાકીય વર્ષ 25માં તેમનો સરેરાશ વ્યાજ દર ઘટીને 7.92% થઈ ગયો છે. જે ગયા વર્ષે 9.02 ટકા હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 25ના અંત સુધીમાં, LIC એ કોર્પોરેટ બોન્ડમાં રૂ. 80 હજાર કરોડનું રોકાણ કર્યું હતું.

આ પણ  વાંચો -IRCTC: 15 રૂપિયાની રેલ નીર પાણીની બોટલે કેટલા કરોડ કમાવ્યા? જાણો આંકડા

અદાણી પોર્ટ્સ પર રૂ. 36,422 કરોડનું દેવું

તમને જણાવી દઈએ કે, 31 માર્ચ સુધીમાં અદાણી પોર્ટ્સ પર રૂ. 36,422 કરોડનું દેવું હતું. જ્યારે Ebitda રૂ. 20,471 કરોડ હતું. ચોખ્ખો દેવું-થી-EBITDA ગુણોત્તર 1.78 ગણો હતો. કંપનીની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 633 મિલિયન મેટ્રિક ટન છે અને ગયા નાણાકીય વર્ષમાં તેણે 450 MMT કાર્ગોનું સંચાલન કર્યું છે. આજે, અદાણી પોર્ટ્સ ભારતમાં 15 બંદરો અને ટર્મિનસ ધરાવે છે. આ ઉપરાંત, તેની પાસે ઇઝરાયલ, તાંઝાનિયા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં પણ મિલકતો છે.

Tags :
Advertisement

.

×