Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LPG Price Hike India: મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીયો પર મોંઘવારીનો માર, ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરમાં પર ધરખમ વધારો

વૈશ્વિક યુદ્ધની અસરો હવે સીધી ભારતીય રસોડા સુધી પહોંચી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયાની સક્રિયતા વચ્ચે ઈંધણ કંપનીઓએ ગેસના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધીના નવા દરો જાહેર થઈ ચૂક્યા છે, જે ગૃહિણીઓ અને વેપારીઓ બંનેને અસર કરશે. આ ભાવ વધારા પાછળનું સાચું કારણ અને પુરવઠા અંગે સરકારનો પક્ષ જાણવો અત્યંત અનિવાર્ય બન્યો છે.
lpg price hike india  મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીયો પર મોંઘવારીનો માર  ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરમાં પર ધરખમ વધારો
Advertisement
  • ઘરેલું LPG સિલિન્ડરમાં ₹60 અને કોમર્શિયલમાં ₹115નો વધારો (LPG Price Hike India) 
  • આંતરરાષ્ટ્રીય તણાવ અને મધ્ય પૂર્વ સંકટની સીધી અસર
  • IOC દ્વારા નવા દરો જાહેર, આજથી જ અમલી બન્યા ફેરફારો
  • મેટ્રો શહેરોમાં ઘરેલું ગેસની કિંમત ₹900ને પાર પહોંચી

વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹115નો ઝીંકાયેલો વધારો આજથી જ અમલી બન્યો છે. આ ભાવવધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયો પર પણ આર્થિક બોજ વધશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઘેરાતા ફુગાવાના આ નવા તબક્કાએ સામાન્ય ગ્રાહકોની ચિંતામાં વધારો કર્યો છે.આજે 7 માર્ચથી ઘરેલું અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation - IOC) એ પોતાની વેબસાઇટ અપડેટ કરીને નવા દરો જાહેર કર્યા છે.

LPG Price Hike India:  ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘા થયા

સામાન્ય પરિવારો જેનો ઉપયોગ કરે છે તેવા 14.2 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે દેશના મુખ્ય મહાનગરોમાં નવી કિંમતો નીચે મુજબ છે.

Advertisement

દિલ્હી (Delhi): ₹853 થી વધીને હવે ₹913

Advertisement

કોલકાતા (Kolkata): ₹879 થી વધીને હવે ₹939

ચેન્નાઈ (Chennai): ₹868.50 થી વધીને હવે ₹928.50

LPG Price Hike India: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો

વેપારીઓ, હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹115નો તોતિંગ વધારો થયો છે.ભારતમાં હવે યુદ્વની સીધી અસર જોવા મળી રહી છે. કોર્મશિયલ સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે.

દિલ્હી: નવી કિંમત ₹1883

મુંબઈ (Mumbai): નવી કિંમત ₹1835

કોલકાતા: કિંમત વધીને ₹1990 થઈ

ચેન્નાઈ: કિંમત વધીને ₹2043.50 થઈ

સરકારનું આશ્વાસન અને ઉર્જા સુરક્ષા

ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) એ જનતાને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર જણાવ્યું કે, "અમારી પ્રાથમિકતા નાગરિકોને સસ્તું અને ટકાઉ ઇંધણ પૂરું પાડવાની છે. ગ્રાહકોએ પુરવઠામાં કોઈ પણ પ્રકારના વિક્ષેપની ચિંતા કરવાની જરૂર નથી."

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ચાલી રહેલા તણાવ છતાં ભારત ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની બાબતમાં સુરક્ષિત સ્થિતિમાં છે. ઇન્ડિયન ઓઇલ (IOC) એ પણ સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ-ડીઝલની અછત અંગેના અહેવાલો માત્ર અફવા છે.

આ પણ વાંચો: તમે જ કહો, શું હિંદુઓ હવે કોઈ ભારતીય 'અસદુદ્દીન' કે 'શાહનવાઝ' RSSના સરસંઘચાલક બને તેની રાહ જુએ?

Tags :
Advertisement

.

×