ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

LPG Price:LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ

નવા વર્ષની પ્રથમ દિવસે ગ્રાહકો માટે ખુશખબર આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો LPG Price 1 January 2025: નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં...
07:14 AM Jan 01, 2025 IST | Hiren Dave
નવા વર્ષની પ્રથમ દિવસે ગ્રાહકો માટે ખુશખબર આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો LPG Price 1 January 2025: નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં...
lpgcylinderprice

LPG Price 1 January 2025: નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

LPG સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો

આજથી એટલે કે 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1804 રૂપિયામાં મળશે. ગયા મહિને તે 1818.50 રૂપિયા હતો. આ જ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 1911 રૂપિયા છે. ડિસેમ્બરમાં તે 1927 રૂપિયા થઈ ગયો હતો. નવેમ્બરમાં પણ તે 1911.50 રૂપિયા હતો. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં તે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1771 રૂપિયાના બદલે 1756 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 1 જાન્યુઆરીથી 1980.50 રૂપિયાને બદલે 1966 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં આ જ સિલિન્ડર 2072.5 રૂપિયાના બદલે 2057 રૂપિયામાં મળશે.

આ પણ  વાંચો -Small Savings Schemes: નાની બચત યોજનાઓના વ્યાજદરોને લઈ સરકારની મોટી જાહેરાત

ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત

2025ના પહેલા દિવસે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ તે પટનામાં 892.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં 1 ઓગસ્ટના રોજ સમાન દરે 14 કિલોનો એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે. આજે 1 ડિસેમ્બરે પણ તે માત્ર 803 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયા છે.

આ પણ  વાંચો -ITR નહીં ફાઈલ કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન

નવા વર્ષમાં સરકારે આપી રાહત

નવા વર્ષમાં સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેરાત કરી છે કે જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આ યોજનાઓ પર પહેલાથી જ નિર્ધારિત વ્યાજ દરો લાગુ રહેશે.

 

Tags :
BreakingnewsgascylindernewsgascylinderpricegascylinderpricedropGujarat first top newsGujarat FirstNewsHiren daveLPGlpgcylinderpricetopnews trending
Next Article