Madhabi Puri Buch: ભ્રષ્ટાચારના કેસમાં SEBI ના પૂર્વ વડા માધવી બુચને મોટી રાહત!
- EBI ના પૂર્વ વડા માધવી પુરી બુચ મળી મોટી રાહત
- ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લીન ચીટ મળી
- હિંડનબર્ગે સેબીના ભૂતપૂર્વ વડા સામે લગાવ્યા હતા ગંભીર આરોપો
Madhabi Puri Buch : લોકપાલે સેબી(SEBI)ના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચને (Madhabi Puri Buch)ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લીન ચીટ આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ભૂતપૂર્વ વડા પરના આ આરોપો અપ્રમાણિત અને પાયાવિહોણા છે.લોકપાલે (Lokpal)કહ્યું કે રજૂ કરાયેલા પુરાવા કાનૂની સિદ્ધાંતો પર આધારિત છે, ફરિયાદો યોગ્યતાથી વંચિત છે અને તપાસ માટે કોઈ ગુનો કે આધાર સ્થાપિત કરતી નથી.
હિંડનબર્ગે સેબીના ભૂતપૂર્વ વડા સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા
હિંડનબર્ગે સેબીના ભૂતપૂર્વ વડા સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચેના જોડાણની વાત કહેવામાં આવી હતી. હવે લોકપાલે તેના તપાસ રિપોર્ટમાં ક્લીન ચીટ આપી છે. તમને જણાવી દઈએ કે, માધવી પુરી બુચ 2017 માં સેબીમાં જોડાયા હતા, અને માર્ચ 2022 માં તેમને સેબીના વડા બનાવવામાં આવ્યા હતા. જોકે, હવે તેઓ આ પદ પરથી નિવૃત્ત થઈ ગયા છે અને તેમના સ્થાને તુહિન કાંત પાંડેને સેબીના વડા બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો -Business News: સોનું-ચાંદી મુકવા માટે અમીરોની પ્રથમ પસંદ છે આ ઇમારત
ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા
સેબીના વડા તરીકે માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલ્યો હતો. આ સમય દરમિયાન, તેમણે IPO થી લઈને સ્ટોક અને F&O સુધીના ઘણા નિયમો લાગુ કર્યા. આ દરમિયાન, અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ(Hindenburg)નો એક રિપોર્ટ પણ અદાણી ગ્રુપ પર આવ્યો, જેના પછી કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો. આના થોડા સમય પછી હિન્ડનબર્ગે માધવી પુરી બુચ પર બીજો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં તેમના પર ભ્રષ્ટાચાર અને અદાણી ગ્રુપ સાથે જોડાણનો આરોપ મૂકવામાં આવ્યો.
આ પણ વાંચો -Union Cabinet Meeting: કેન્દ્રીય સરકારનો ખેડૂત લક્ષી મોટો નિર્ણય
હિન્ડનબર્ગે શું કહ્યું?
10 ઓગસ્ટ, 2024 ના રોજ હિન્ડનબર્ગે તેના રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિનો અદાણી ગ્રુપના વિદેશી ભંડોળમાં હિસ્સો છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને સેબી વચ્ચે મિલીભગતનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે આ આરોપોને નકારી કાઢ્યા હતા.બુચ દંપતીએ કહ્યું હતું કે કંઈ છુપાવવામાં આવ્યું નથી. આરોપોમાં કોઈ સત્ય નથી. તે જ સમયે, અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેને નફો કમાવવા અને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.
વિપક્ષે પણ ગંભીર આરોપો લગાવ્યા હતા
હિન્ડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી વિપક્ષે સેબીના વડાને પદ પરથી દૂર કરવાની પણ માંગ કરી હતી. આ સાથે આ આરોપો પર પ્રશ્નો ઉઠાવતી વખતે ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને સરકારને કઠેડામાં ઉભો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.