બજારમાં ખુલતાની સાથે જ ઘટાડો, સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટ્યો, ITC શેર 3% ઘટ્યા
- શેર બજારમાં ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો
- BSE 624.82 પોઈન્ટ ઘટ્યો, NSE 175 પોઈન્ટ ઘટ્યો
- સૌથી મોટો ઘટાડો ITCના શેરમાં જોવા મળ્યો
Stock Market Crash : બુધવારે, અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે, શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. પાછલા દિવસની જેમ, બજારમાં ઘટાડો જોવા મળ્યો અને સવારે 9:30 વાગ્યે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, S&P પર BSE સેન્સેક્સ 164.83 પોઈન્ટ ઘટીને 81,386.80 પર પહોંચી ગયો. આ પછી, સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટી ગયો. જ્યારે નિફ્ટી 22.25 પોઈન્ટ ઘટીને 24,803.70 ના સ્તરે પહોંચ્યો. તે પછી, નિફ્ટીમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.
ITC ના શેર 3% થી વધુ ઘટ્યા
Infosys એ સારૂ પ્રદર્શન કર્યુ અને બજાર ખુલતાની સાથે જ તેના શેર 0.72 ટકા વધ્યા, જ્યારે ભારતી એરટેલ 0.44 ટકા સુધર્યું. SBI ના શેર 0.43 ટકા, Tata Motors 0.38 ટકા અને NTPC ના શેર 0.24 ટકા વધ્યા.
બજાર ખુલતાની સાથે જ સૌથી મોટો ઘટાડો ITCના શેરમાં જોવા મળ્યો, જે 3.20 ટકા ઘટ્યો. નોંધનીય છે કે ITCમાં લગભગ સાડા તેર હજાર કરોડના કાળા સોદા થયા છે. ITCના સૌથી મોટા શેરહોલ્ડર BAT એ પોતાનો હિસ્સો વેચી દીધો છે. આ ઉપરાંત, IndusInd Bank પર ભારે દબાણ હતું અને તે 0.90 ટકા ઘટ્યો હતો. તે જ સમયે, Nestle India 0.77 ટકા, Titan 0.61 ટકા અને Maruti Suzukiના શેર 0.39 ટકા ઘટ્યા હતા.
આ પણ વાંચો : Turkey : પાકિસ્તાનની પનોતી તુર્કીયેને લઈ ડૂબી, આર્થિક વ્યવસ્થા કથળી ગઈ
એક દિવસ પહેલા ઘટાડો
શેરબજારમાં બે દિવસની તેજી મંગળવારે અટકી ગઈ અને BSE સેન્સેક્સ 624.82 પોઈન્ટ ઘટ્યો જ્યારે NSE નિફ્ટી 175 પોઈન્ટ ઘટ્યો. બેંક, IT તેમજ ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે બજાર નીચે આવ્યું.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ અસ્થિર ટ્રેડિંગમાં 624.82 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઘટાડા સાથે 81,551.63 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક તબક્કે ઘટીને 1,054.75 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. NSE નો 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 174.95 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઘટાડા સાથે 24,826.20 ના સ્તર પર બંધ થયા છે.
આ પણ વાંચો : CBDT એ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખમાં કર્યો વધારો, જાણો નવી તારીખ