ભારત 8-10% ના દરે દોડશે, ડબલ ડિજિટ ગ્રોથ શક્ય: RIL Chairman Mukesh Ambani
. ભારતીયોની બચતને વધુ પ્રોડક્ટિવ બનાવવા માટે Jio-BlackRock નવી તકો ઊભી કરશે
. આગામી દાયકામાં ભારત પોતાની 80% ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર નહીં રહે
. ભારત ટેક્નોલોજીમાં પણ વિશ્વની બરાબરી કરી શકશે
. ભારત ભવિષ્યમાં ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરી શકશે
Mukesh Ambani on India's GDP growth : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Reliance Industries Chairman and Managing Director Mukesh Ambani ) એ ભારતની લોંગ ટર્મ ઈકોનોમિક સંભાવનાઓ પર ભરોસો વ્યક્ત કરતા કહ્યુ છે કે દેશ 8થી 10 ટકા વિકાસદર બનાવી રાખી શકે છે અને ટકાઉપણે ડબલ ડિજિટ ગ્રોથ પણ પ્રાપ્ત કરી શકે છે.
મુંબઈમાં જિયો-બ્લેકરૉક ઈવેન્ટ (Jio-BlackRock Event) દરમિયાન બ્લેકરૉકના સીઈઓ લેરી ફિંક (BlackRock’s Chairman and CEO Larry Fink) સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે મને ભારત દુનિયાથી ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ભારતીય ઈકોનોમી (Indian Economy) નું વૃક્ષ હવે સ્પષ્ટપણે ફેલાઈ રહ્યું છે, તે પણ સ્થિરતા અને ભરપૂર સંભાવનાઓની સાથે. અમારી પોલિસી ટકાઉ રહી છે, પોલિસીમાં કન્ટીન્યૂટી રહી છે અને અમે હંમેશા કન્ઝર્વેટિવ વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો : સર્વિસ સેક્ટરના દમ પર FY26માં 7.4%ના દરથી વધશે ભારતની ઈકોનોમી, MoSPIનું અનુમાન
પ્રોડક્ટિવ નથી રહી ભારતીયોની બચત
ભારતીયોની બચત પર વાત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કહ્યુ છે કે ગત 5થી 6 દાયકામાં ભારતીય સતત બચત કરતા આવ્યા છે, પરંતુ તે બચત એટલી પ્રોડક્ટિવ રહી નથી. જિયો-બ્લોકરૉક માટે અવસર એ છે કે અમે લોકોને બચતની સાથેસાથે તેને કમાણીમાં બદલવાનો વિકલ્પ આપ્યો.
#WATCH | Mumbai, Maharashtra: At the Jio-BlackRock event, Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, says, "I think that the Indian opportunity—we stand at about $4.5 trillion of GDP in a $110 trillion world. I like seeing us outgrowing the world… pic.twitter.com/BpSHs9023A
— ANI (@ANI) February 4, 2026
એનર્જી અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા
એનર્જી સેક્ટરને લઈને તેમણે કહ્યુ છે કે આગામી દશકમાં ભારત પોતાની 80 ટકા એનર્જી આયાત નહીં કરે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે ટેક્નોલોજિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં ભારત દુનિયાથી પાછળ નહીં રહે. મારું માનવું છે કે ભારતની પાસ 4.5 ટ્રિલિયન ડોલરનો અવસર છે અને આગામી 20થી 30 વર્ષમાં ભારત દુનિયાના બાકીના દેશોથી ઝડપથી આગળ વધશે.
સમાજની સાથે રોકાણકારોનો ફાયદો
મહત્વપૂર્ણ છે કે જિયો-બ્લેકરૉક, જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ (JFSL) અને દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ બ્લેકરૉકની વચ્ચે 50:50નું જોઈન્ટ વેન્ચર છે. આ પાર્ટનરશિપ પર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કહ્યુ કે લેરીએ મને કહ્યુકે બ્લેકરૉકનો ઉદેશ્ય માત્ર શોર્ટ-ટર્મ પરિણામો અથવા રોકાણકારો માટે રિટર્ન કમાવવાનો નથી. જો આપણે પહેલા સમાજના સારા ભવિષ્ય માટે આ નાણાંનો ઉપયોગ કરી શકીએ નહીં, તો અમારું કામ અધુરું છે. આ વિચાર રિલાયન્સનો પણ છે.
આ પણ વાંચો : જાપાનને પાછળ પાડી ભારત $ 4.18 ટ્રિલિયનની ચોથી સૌથી મોટી ઈકોનોમી, જાણો 2030 સુધીનું લક્ષ્ય


