શપથ ગ્રહણ સમારોહ પહેલા મુકેશ-નીતા અંબાણી મળ્યા Donald Trump ને
- ડોનાલ્ડ ટ્ર્મ્પ શપથ ગ્રહણ સામે થયા મુકેશ-નીતા અંબાણી
- ડોનાલ્ડ ટ્ર્મ્પ શપથ ગ્રહણ પહેલા મુકેશ અંબાણીએ કરી મુલાકાત
- 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહ
Donald Trump:20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રપ (Donald Trump) શપથ લેવાના છે. જેમાં દેશ વિદેશની મહાન હસ્તીઓ હાજરી આપશે. ત્યારે એક ન્યૂઝ એજન્સી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી પણ શપથ સમારોહમાં હાજરી આપવાના છે. તેઓ અમેરિકા પહોંચી ગયા હોવાની એક તસવીર સામે આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પાવરફુલ કપલ
20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહ છે. પરંતુ શપથ ગ્રહણ સમારોહ પહેલા અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી સાથે મુલાકાત કરી.યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે, 20 જાન્યુઆરીએ યોજાશે.
US President-elect Donald J Trump met Reliance Industries Chairman Mukesh Ambani & Founder & Chairperson of Reliance Foundation, Nita Ambani ahead of the swearing-in ceremony
The swearing-in ceremony of President-elect Donald J Trump as the 47th President of the United States of… pic.twitter.com/5Xk81ry5FV
— ANI (@ANI) January 19, 2025
આ પણ વાંચો-Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ CR પાટીલનું મોટું નિવેદન!
અમેરિકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીની પહેલી તસવીરો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુચર્ચિત શપથ ગ્રહણ સમારોહ પહેલા સામે આવી છે.. વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ માટે આયોજિત પૂર્વ-શપથ ગ્રહણ રાત્રિભોજનમાં આ પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ દંપતી જોવા મળ્યું હતું.
આ પણ વાંચો-શું છે 'Walking GDP' અને ચીનની તેના પર કેમ છે નજર?
સિલ્કની સાડીમાં જોવા મળ્યા નીતા અંબાણી
ભવ્ય રાત્રિભોજન કાર્યક્રમમાં અંબાણી પરિવાર અન્ય ભારતીય ઉદ્યોગસાહસિકો સાથે ગપસપ કરતા જોવા મળ્યો હતા. . M3M ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર પંકજ બંસલ અને ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતાએ અંબાણી સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નીતા અને મુકેશ અંબાણી સાથે મજાની રાત". મુકેશ અંબાણીએ કાળો સૂટ પહેર્યો હતો, જ્યારે નીતા અંબાણીએ સિલ્ક સાડી પહેરી હતી. કલ્પેશ મહેતા ટ્રમ્પ ટાવર્સના લાઇસન્સ પ્રાપ્ત ભારતીય ભાગીદાર છે, જેમણે ટ્રમ્પના વ્યવસાયને ભારતમાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.