ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Multibagger Stock : માત્ર 5 વર્ષમાં જ 1 લાખ રુપિયાને 3.5 કરોડ બનાવતા આ શેર વિશે જાણી લો...

હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (Hazoor Multi Projects Limited) નામક કંપનીના શેરે રોકાણકારો માત્ર 5 વર્ષમાં જ બમ્પર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
10:25 AM Jul 12, 2025 IST | Hardik Prajapati
હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (Hazoor Multi Projects Limited) નામક કંપનીના શેરે રોકાણકારો માત્ર 5 વર્ષમાં જ બમ્પર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
Multibagger stock Gujarat First

Multibagger Stock : રોકાણકારોને એવી કંપની બહુ પસંદ આવે છે જે મેક્સિમમ રિટર્ન આપે. મેક્સિમમ રિટર્નને પરિણામે બ્રોકરેજ ઉપરાંત પણ સારુ એવું વળતર બચતું હોય તેવા શેરો પર રોકાણકારો પહેલી પસંદગી ઉતારે છે. આવો જ એક સ્ટોક છે હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ. આ સ્ટોકે ડિલિવરી બેઝમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. રોકાણકારો માટે આ શેર લોટરી કરતા કમ નથી. જો આ કોઈ રોકાણકારે જુલાઈ 2020માં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડમાં માત્ર 1 લાખ રુપિયાનું રોકાણ કર્યુ હોત તો આજે તેના શેરનું મૂલ્ય 3.62 કરોડ રુપિયા જેટલું થયું હોત.

5 વર્ષમાં જ મલ્ટીબેગર સ્ટોક બન્યો

જુલાઈ 2020માં આ સ્ટોકની કિંમત માત્ર 0.12 રૂપિયા હતી. આજે આ સ્ટોક 44.5 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જો કોઈ રોકાણકારે આ કંપનીના 1 લાખ રુપિયાના શેર જુલાઈ 2020માં ખરીદ્યા હોત તો તે કુલ 8.33 લાખ શેર ખરીદી શક્યો હોત. જો આજે આ શેર 44 રૂપિયાના ભાવે વેચાયા હોત, તો તેનું કુલ મૂલ્ય લગભગ 3.6 કરોડ રૂપિયા હોત. આ વળતર એક મોટી લોટરી લાગવા બરાબર છે. તેથી જ રોકાણકારો જ નહિ પરંતુ માર્કેટ એકસપર્ટ્સ આ શેરને મલ્ટીબેગર સ્ટોક કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ  દેશનો સૌથી મોંઘો શેર MRF સાતમા આસમાને,ભાવ જાણી ધબકારા વધી જશે

કંપની પ્રોફાઈલ

હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ એક ભારતીય રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. જે રોડ કન્સ્ટ્રકશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. કંપનીની સ્થાપના 1992 માં થઈ હતી. તાજેતરમાં કંપનીએ સૌર ઊર્જા, ફ્યુઅલ, અને EPC સર્વિસીઝ જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં પોતાનું એક્સપાન્શન કર્યુ છે. તાજેતરમાં કંપનીને 913 કરોડ રૂપિયાનો મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ મળ્યો છે. જેમાં ગુજરાતના ખાવડા સોલાર પાર્કમાં 200 મેગાવોટનો પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત કંપનીએ વ્યોમ હાઈડ્રોકાર્બન્સમાં 51% હિસ્સો પણ હસ્તગત કર્યો છે, જેનાથી કંપની તેલ અને ગેસ તેમજ ખાણકામ ક્ષેત્રોમાં પ્રવેશ કરી શકે છે.

લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનાનું પરિણામ

હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ એક નાની કિંમતમાંથી મલ્ટીબેગર સ્ટોક બની ગયો તે ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. આ સ્ટોક સાબિત કરે છે કે જો તમે યોગ્ય કંપની પસંદ કરો છો અને ધીરજ સાથે લાંબા સમય સુધી રોકાણ કરો છો, તો નાનું રોકાણ પણ ખૂબ મોટું બની શકે છે. 1 લાખ રૂપિયાને 3.6 કરોડ રૂપિયામાં ફેરવવું એ કોઈ ચમત્કાર નથી પણ લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનાનું પરિણામ છે.

આ પણ વાંચોઃ  15 વર્ષ પહેલા માત્ર રૂ.2 નું રોકણ કરનારાઓને Bitcoin એ બનાવ્યા કરોડપતિ

Tags :
Delivery-based multibaggerGujarat FirstGUJARAT FIRST NEWSHazoor Multi Projects LimitedHigh return stockLong-term investment successMultibagger stock 2025₹0.12 to ₹44 stock₹1 lakh to ₹3.5 crore
Next Article