Nadiad : KDCC Bank નો બિઝનેસ રૂ. 4390 કરોડ પર પહોંચ્યો
- નાણાકીય વર્ષ 2024-25 માં KDCC Bank નાં બિઝનેસમાં નોંધપાત્ર વધારો
- ચેરમેન તેજસ પટેલનાં નેતૃત્વ અને બેંકના નિયામક મંડળનાં સભ્યોનાં સહયોગ બિઝનેસમાં વધારો થયો
- બેંકનો બિઝનેસ રૂ. 4394 કરોડને વટાવી જતાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું
- વર્ષ 2022 થી 2025 સુધીમાં NPA માં 56.47 ટકાનો ઘટાડો
Nadiad : ધી ખેડા જિલ્લા (Kheda) મધ્યસ્થ સહકારી બેંક લિ.-કેડીસીસી બેંકમાં (KDCC Bank) ચેરમેન તેજસ પટેલનાં (Chairman Tejas Patel) નેતૃત્વ અને બેંકના નિયામક મંડળનાં સભ્યોનાં સહયોગ હેઠળ નાણાકીય વર્ષ 2024-25 માં બિઝનેસ રૂ.4394 કરોડને વટાવી જતાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ 2022 થી બેંકનું સંચાલન કરી રહેલા નિયામક મંડળનાં સભ્યોની દીર્ધદ્રષ્ટિ અને આગવી સૂઝબૂઝથી છેલ્લા 3 વર્ષમાં બેંકનાં બિઝનેસમાં 62.52 ટકાની વૃદ્ધિ થઇ છે, જે સમગ્ર પંથકમાં તેની વિસ્તરતી હાજરી અને વધતા ગ્રાહક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો - US stock market: ટ્રમ્પની ટેરિફ નીતિઓએ US ની કમર તોડી! શેર માર્કેટ 3 વર્ષના તળિયે
એક વર્ષમાં બેંકના કુલ બિઝનેસમાં રૂ.618.73 કરોડનો વધારો થયો : ચેરમેન તેજસ પટેલ
કેડીસીસી બેંકના (KDCC Bank) ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે, 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષમાં બેંકનો કુલ બિઝનેસ જેમાં ડિપોઝિટ અને એડવાન્સિસનો સમાવેશ થાય છે તે રૂ. 4390.55 કરોડ પર પહોંચી ગયો છે જે ગત વર્ષ 2023-24 માં રૂ.3771.82 કરોડ હતો. આમ એક વર્ષમાં બેંકના કુલ બિઝનેસમાં રૂ.618.73 કરોડનો વધારો થયો છે. આ નોંધપાત્ર વૃદ્ધિ વ્યાપક આર્થિક પડકારો વચ્ચે પણ, તેના નાણાકીય આધારને મજબૂત બનાવવા અને તેના હિસ્સેદારોને મૂલ્ય પહોંચાડવા માટે બેંકના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે. બેંકનો ચોખ્ખો નફો વર્ષ 2022ના નાણાકીય વર્ષમાં રૂ. 13 કરોડ હતો તે વધીને નાણાકીય વર્ષ 2024-24 માં રૂ. 32 કરોડ થયો છે, જે 146 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ કામગીરીનું મુખ્ય પ્રેરક બળ મજબૂત થાપણ એકત્રીકરણ હતું, જેમાં છેલ્લા 3 વર્ષમાં થાપણોમાં 43.70 ટકાનો વધારો થઇને રૂ.2,798.80 કરોડ થઈ હતી.
'વર્ષ 2022 થી 2025 સુધીમાં NPA માં 56.47 ટકાનો ઘટાડો'
ક્રેડિટ બાજુએ, બાકી લોન 25.39 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે રૂ. 1,591.75 કરોડ સુધી પહોંચી હતી. આનાથી બેંકને તેનો ક્રેડિટ-ડિપોઝિટ (CD) રેશિયો 50.73 ટકાથી સુધારીને 56.87 ટકા કરવામાં મદદ થઇ છે. વધુમાં, નવી લોન વિતરણમાં 25.65 ટકાનો વધારો થયો છે, જે વધેલી ધિરાણ પ્રવૃત્તિ અને વ્યાપક ક્રેડિટ આઉટરીચને પ્રતિબિંબિત કરે છે. બેંકની સંપત્તિ ગુણવત્તામાં પણ નોંધપાત્ર પ્રગતિ થયેલ છે. વર્ષ 2022 માં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ-NPA રૂ.74.03 કરોડથી ઘટીને વર્ષ 2025 માંરૂ.32.23 કરોડ થઇ જતાં 56.47 ટકાનો ઘટાડો થયેલ છે. ગ્રોસ એનપીએ રેશિયો વર્ષ 2022માં 9.82 ટકાથી ઘટીને 2.02 ટકા થયો, જ્યારે બેંકે શૂન્ય ચોખ્ખી NPA નોંધાવી, જે મજબૂત વસૂલાત પદ્ધતિઓ અને સમજદાર લોન વ્યવસ્થાપન પ્રથાઓ દર્શાવે છે.
આ પણ વાંચો - Pakistan Share Market crash : ભારતના ડરથી પાકિસ્તાનમાં શેરબજાર કડડભૂસ
ડિઝિટલ બેંકિગ વપરાશકર્તાઓ અને ડેબિટ કાર્ટ યુઝર્સમાં વધારો
ડિજિટલ બેંકિંગ કેડીસીસી બેંક (KDCC Bank) માટે એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે. મોબાઇલ બેંકિંગ (Mobile banking) વપરાશકર્તાઓમાં 20.42 ટકાનો વધારો થયો, વોટ્સઅપ બેંકિંગ વપરાશકર્તાઓમાં 17.29 ટકાનો વધારો થયો અને ડેબિટ કાર્ડ ધારકોમાં 33.20 ટકાનો વધારો થયો છે. મજબૂત નાણાકીય પાયા, વધતી જતી ડિજિટલ પહોંચ અને સુધારેલી સંપત્તિ ગુણવત્તા સાથે, કેડીસીસી બેંક તેના સમાવેશી વિકાસ અને નવીનતાના માર્ગ પર આગળ વધીને સહકારથી સમૃદ્ધિનાં સૂત્રને સાકાર કરી રહી છે. તેમ જ આગામી દિવસોમાં બેંક તેના સભ્યો અને સહકારી બેંકિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે.
ધિરાણમાં થયેલ વધારો
કેડીસીસી બેંક દ્વારા થયેલા ધિરાણમાં વર્ષ 2022 માં સોલર લોન 37.79 લાખ હતી તે વધીને વર્ષ 2025 માં રૂ. 32.13 કરોડ પર પહોંચતા સોલાર લોનમાં (Solar Loans) 8403.76 ટકાનો વધારો થયો છે. એ જ પ્રમાણે વર્ષ 2022 માં પશુપાલન લોન રૂ. 86.94 લાખ અને કેસીસી લોન રૂ.270.96 કરોડ આપવામાં આવી હતી તે વધીને વર્ષ 2025 માં પશુપાલન લોન રૂ.25.26 કરોડ અને કેસીસી લોન રૂ.401.47 કરોડ આપવામાં આવી હોય પશુપાલન લોનમાં 2805.58 ટકા અને કેસીસી લોનમાં 48.16 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો - Stock Market : શેરબજાર ફ્લેટમાં બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો