હવે High-Way માં પણ રોકાણ કરી શકાશે, NHAI નો પ્લાન મંજૂર
- હાઇવે ઓથોરિટી દ્વારા નવું ઇન્વેસ્ટમેન્ટ મોડેલ રજૂ કર્યું
- હવે નાના રોકાણકારો હાઇવેમાં રોકાણ કરી શકશે
- ટોલની આવકમાંથખી ખર્ચ બાદ કરતા રોકાણકારોને ડિવિડન્ડ અપાશે
National Highway Investment Scheme : અત્યાર સુધી જ્યારે પણ "નેશનલ હાઇવે"નો ઉલ્લેખ થતો, ત્યારે ટોલ પ્લાઝા, પહોળા રસ્તાઓ અને મુસાફરીનું ચિત્ર નજર સામે સ્પષ્ટ થતું હતું. પરંતુ હવે, આ જ હાઇ-વે હવે સામાન્ય લોકો માટે આવકનો નવો માર્ગ બનવાનું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ એક ઇન્વેસ્ટમેન્ટ મોડેલ વિકસાવ્યું છે જે અંતર્ગત પ્રથમ વખત, રોકાણકારોને દેશના રસ્તાઓમાં સીધા રોકાણ કરવાની મંજૂરી મળશે. આ પહેલને "હાઇવે ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ" (RIIT) કહેવામાં આવે છે. તેને SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે, અને ટૂંક સમયમાં રોકાણકારો માટે તેને ખુલ્લું મુકવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટોલ ટેક્સની આવકમાંથી હિસ્સો મળશે
અત્યાર સુધીમાં હાઇવે અને માળખાગત પ્રોજેક્ટ્સમાં રોકાણ ફક્ત મોટી કંપનીઓ, અને વિદેશી રોકાણકારો માટે જ ખુલ્લું હતું. પરંતુ આ નવી યોજના દ્વારા નાના રોકાણકારો પણ હવે સીધા સહભાગી થઇ શકશે. મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ ખરીદવાની જેમ, રસ્તાઓમાં યુનિટ ખરીદવાથી, હવે રોકાણકારોને ટોલ ટેક્સની આવકમાં હિસ્સો મળશે, તેવી પ્રાથમિક માહિતી હાલ તબક્કે સપાટી પર આવી રહી છે.
આ રીતે રોકાણ કરી શકાશે
- રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું આવશ્યક છે
- IPO પર, તમે Zerodha, Groww અને Angel One જેવી બ્રોકરેજ એપ્સ દ્વારા રોકાણ કરી શકશો
- લિસ્ટિંગ પછી, રોકાણ કરેલા યુનિટ્સ શેરબજારમાં ખરીદી અને વેચી શકાય તેવું આયોજન
આ રીતે યોજના કાર્ય કરશે
શેરબજારમાં યુનિટ્સ ખરીદવાની જેમ, InvIT યુનિટ્સ ખરીદી શકાશે. ટ્રસ્ટ સરકાર પાસેથી ભાડે લઈને તે પૈસાથી બનેલા રસ્તાઓનું સંચાલન કરનાર છે. આ રસ્તાઓ પરથી વસૂલવામાં આવતો ટોલ ટેક્સ ટ્રસ્ટની આવક બની જશે. ખર્ચ બાદ કરતા બાકીના પૈસા યુનિટ ધારકોમાં વહેંચવામાં આવે છે. આનો અર્થ એ છે કે, રસ્તા પર ચાલતું દરેક વાહન તમારા રોકાણ વળતરમાં ઉમેરો કરી શકે છે.
InvIT શું છે ?
InvIT એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Infrastructure Investment Trust). તે મ્યુચ્યુઅલ ફંડ જેવું જ એક ઇન્વેસ્ટમેન્ટ મોડેલ છે. મ્યુચ્યુઅલ ફંડના પૈસાનું શેરોમાં રોકાણ કરવામાં આવે છે. InvIT માં મેળવેલા પૈસાનું રસ્તા, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવે છે. આ યોજનાઓમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો રોકાણકારોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવનાર છે.
તમને શું લાભ મળશે ?
- InvITsમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો રોકાણકારોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવનાર છે
- આ એવા લોકો માટે આદર્શ છે, જેઓ દર વર્ષે નિશ્ચિત આવક ઇચ્છે છે, અને FD જેવી યોજનાઓ કરતાં થોડું વધારે વળતરની અપેક્ષા રાખે છે
- આ યોજના NHAI સાથે જોડાયેલી છે, એટલે કે સંપૂર્ણપણે સરકારી મોડેલ હોવાથી રોકાણમાં વિશ્વાસ નોંધપાત્ર રીતે મજબૂત બને છે
- આ યોજના લાંબા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક બની શકે છે. જેમ જેમ ટ્રાફિક વધશે તેમ તેમ ટોલ વસૂલાત વધશે, અને આવક પણ વધશે
NHAI ની યોજનામાં દસ બેંકોનો સમાવેશ
- SBI
- PNB
- HDFC Bank
- ICICI Bank
- Axis Bank
- IDBI Bank
- IndusInd Bank
- Yes Bank
- Bajaj Finserv Ventures
- NaBFID
Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, અને તેને વ્યાવસાયિક સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા નિષ્ણાંતની સલાહ લો.
આ પણ વાંચો ------ Apple માં આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખતી ભારતીય મૂળની મહિલા Forbes માં ચમકી


