નવરાત્રિની ખુશખબર: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરનો ભાવ
- આજે સોનાના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો (Gold Price Today)
- આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 ઘટ્યા
- તહેવારોમાં સોનું ખરીદનારા લોકોને રાહત
- હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,510
Gold Price Today : નવરાત્રિના ચોથા દિવસનો પ્રારંભ રોકાણકારો માટે ખુશખબર લઈને આવ્યો છે. ગુરુવાર, 25 સપ્ટેમ્બરના રોજ, સોનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનું પ્રતિ 10 ગ્રામ રુ.600 જેટલું સસ્તું થયું છે, જે તહેવારોના માહોલમાં ખરીદદારોને રાહત આપી શકે છે.
દેશના મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.1,15,510 અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,890 રહ્યો છે. મુંબઈ અને કોલકાતા જેવા આર્થિક કેન્દ્રોમાં પણ સોનાનો ભાવ અનુક્રમે રુ.1,15,360 (24 કેરેટ) અને રુ.1,05,740 (22 કેરેટ) રહ્યો છે. આ ઘટાડો માત્ર સોના પૂરતો સીમિત નથી, ચાંદીની કિંમતમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રુ.1,39,900 છે, જે ગઈકાલ કરતાં લગભગ રુ.100 ઓછો છે.
Gold price today
વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) (Gold Price Today)
- દિલ્હી: 24 કેરેટ - રુ.1,15,510 | 22 કેરેટ - રુ.1,05,890
- મુંબઈ: 24 કેરેટ - રુ.1,15,360 | 22 કેરેટ - રુ.1,05,740
- અમદાવાદ: 24 કેરેટ - રુ.1,15,410 | 22 કેરેટ - રુ.1,05,790
- ચેન્નઈ: 24 કેરેટ - રુ.1,15,630 | 22 કેરેટ - રુ.1,05,990
- કોલકાતા: 24 કેરેટ - રુ.1,15,360 | 22 કેરેટ - રુ.1,05,740
- લખનઉ: 24 કેરેટ - રુ.1,15,510 | 22 કેરેટ - રુ.1,05,890
- બેંગલુરુ: 24 કેરેટ - રુ.1,13,510 | 22 કેરેટ - રુ.1,05,890
- જયપુર: 24 કેરેટ - રુ.1,15,510 | 22 કેરેટ - રુ.1,05,890
- હૈદરાબાદ: 24 કેરેટ - રુ.1,15,360 | 22 કેરેટ - રુ.1,05,740
gold silver price today
સોનાના ભાવમાં ઘટાડાનું કારણ
સોનાની કિંમતો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધાર રાખે છે. હાલમાં સોનું તેના સર્વોચ્ચ સ્તરની નજીક છે. નિષ્ણાતો માને છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. વ્યાજદર ઘટવાથી ડોલર અને બોન્ડ નબળા પડશે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના અને ચાંદી તરફ વળશે. આ જ કારણ છે કે મોટા રોકાણકારો, સેન્ટ્રલ બેન્કો અને ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ) દ્વારા સોનાની ખરીદી સતત વધી રહી છે, જેના કારણે ભાવ ઊંચા જળવાઈ રહ્યા છે. આજનો ઘટાડો બજારમાં એક સામાન્ય ઉતાર-ચઢાવનો ભાગ છે.
આ પણ વાંચો : Flipkart Big Billion Days Sale માં નવું લાવ્યા, ઓનલાઇન Royal Enfield ની બુલેટ ખરીદી શકાશે