નવરાત્રીમાં ફોગટના આંટાફેરા બંધ કરી દેજો, Petrol-Diesel ના ભાવમાં એક ઝાટકે અધધધ વધારો
Nayara Energy: નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો છે. નવી કિંમતો દેશભરના 7 હજારથી વધુ પંપ પર લાગુ થઈ છે. ભોપાલમાં પેટ્રોલ આશરે ₹120 અને ડીઝલ ₹103 સુધી પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના વધેલા ભાવને પગલે આ નિર્ણય લેવાયો છે, જ્યારે સરકારી કંપનીઓએ હાલમાં ભાવ યથાવત રાખ્યા છે.
Advertisement
Petrol-Diesel Price Hike: ખાનગી ક્ષેત્રની અગ્રણી ફ્યુઅલ રિટેલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ આજ સવારથી પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં પ્રતિ લિટર ₹3 નો વધારો લાગુ કર્યો છે. નાયરા એનર્જીના દેશભરમાં આવેલા 7 હજારથી વધુ પેટ્રોલ પંપ પર નવી કિંમતો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.

